પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી અશોક ગાસ્તીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ શ્રી અશોક ગાસ્તીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાજ્યસભાના સાંસદ શ્રી અશોક ગાસ્તી કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરનારા એક સમર્પિત કાર્યકર્તા હતા. તેઓ સમાજના ગરીબ અને પછાત વર્ગના સશક્તિકરણ માટે ઉત્સાહી હતા. તેમના અવસાનથી દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”