પશ્ચિમ રેલ્વે દ્વારા 21 સપ્ટેમ્બર 2020થી ત્રણ જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય

      વિશિષ્ટ રેલ માર્ગો પર યાત્રીઓની માંગને દેખતા રેલ મંત્રાલયએ 21 સપ્ટેમ્બર 2020થી 20 જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાથી ત્રણ જોડી ટ્રેનો પશ્ચિમ રેલ્વેથી ચાલશે. આ ક્લોન સ્પેશિયલ ટ્રેનો અધિસૂચિત સમય પર હમસફર ટાઈપ રેકો ની સાથે ચાલશે અને પૂરી રીતે આરક્ષિત રહેશે.

      પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આ 3 ટ્રેનો અમદાવાદ ચાલશે. આ ક્લોન સ્પેશિયલ ટ્રેનો હમસફર રેક સાથે ચાલશે અને હમસફર ટ્રેનોનું પ્રભાર લાગુ થશે. ક્લોન સ્પેશિયલ ટ્રેને તે વિશેષ ટ્રેનો થી અતિરિક્ત હશે.

  • ટ્રેન નંબર 09465 / 66 અમદાવાદ – દરભંગા સાપ્તાહિક વિશેષ

        ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ 25 સપ્ટેમ્બર, 2020 થી દર શુક્રવારે 20.40 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને રવિવારે 09.30 વાગ્યે દરભંગા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદ  તારીખ 28 સપ્ટેમ્બર, 2020 થી દર સોમવારે  04.00 વાગ્યે દરભંગા થી ઉપડશે અને 16.20 વાગ્યે મંગળવારે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, ગુના, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ફૈઝાબાદ, શાહગંજ જંકશન, છપરા, મુઝફ્ફરપુર જંકશન અને સમસ્તીપુર જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.  આ ટ્રેન માં એસી 3 – ટાયર અને સ્લીપર ક્લાસ કોચ છે.

  • ટ્રેન નંબર 09415 / 16 અમદાવાદ – દિલ્હી દ્રી સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ

       ટ્રેન નંબર 09415 અમદાવાદ – દિલ્હી 23 સપ્ટેમ્બર, 2020 થી દર રવિવાર અને બુધવારે 17.40 કલાકે અમદાવાદ થી ઉપડશે અને બીજા દિવસે 07.55 કલાકે દિલ્હી પહોંચશે.  આવી જ રીતે, ટ્રેન નંબર 09416 દિલ્હી – અમદાવાદ  દર સોમવાર અને ગુરુવારે 24 સપ્ટેમ્બર, 2020 થી 14.20 વાગ્યે દિલ્હી થી ઉપડશે અને બીજા દિવસે સવારે 04.35 વાગ્યે અમદાવાદ પહોંચશે.  આ ટ્રેન બંને દિશા માં આબુ રોડ, અજમેર અને જયપુર સ્ટેશનો પર રોકાશે.  ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ છે.

  • ટ્રેન નંબર 09447 / 48 અમદાવાદ – પટના સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ

       ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 23 સપ્ટેમ્બર, 2020 ના રોજ 19.45 કલાકે દર બુધવારે અમદાવાદ થી ઉપડશે અને શુક્રવારે 00.30 કલાકે પટના પહોંચશે. આવી જ રીતે  ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ સ્પેશિયલ 25 સપ્ટેમ્બર 2020 થી દર શુક્રવારે 22.30 કલાકે પટના થી ઉપડશે અને રવિવારે 02.05 કલાકે અમદાવાદ પહોંચશે.  આ ટ્રેન છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ અને પં. દીન દયાલ ઉપાધ્યાય જંક્શન પર બંને દિશાઓ માં રોકાશે.  ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ  છે.

    ટ્રેન નંબર 09465, 09415 અને 09447 નું બુકિંગ નિર્ધારિત  PRS કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ થી19 સપ્ટેમ્બર,2020 થી શરૂ થશે.  એડવાંસ રિજર્વેશન પિરિયડ 10 દિવસનો રહેશે.