દેશભરની આંગણવાડીઓ પર કોવિડ -19 રોગચાળાની અસર

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશો અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ દેશભરના તમામ આંગણવાડી કેન્દ્રો કોવિડ-19ની અસરને મર્યાદિત કરવા માટે બંધ કરાયા હતા. જુલાઈ 2020ના મહિનામાં રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સાથે યોજાયેલી પરામર્શ દરમિયાન, મોટાભાગના રાજ્યોએ પણ કોવિડ-19 ની વધતી ઘટનાઓને ઘ્યાનમાં રાખીને આંગણવાડી કેન્દ્રો ખોલવામાં અસમર્થતા દર્શાવી હતી. તેમ છતાં, આંગણવાડી લાભાર્થીઓને સતત પોષક સહાયની ખાતરી કરવા માટે, આંગણવાડી વર્કર્સ અને હેલ્પરો, લાભાર્થીઓના ઘરે 15 દિવસે એક વાર પૂરક પોષણનું વિતરણ કરે છે. આ ઉપરાંત, આ મંત્રાલયે લાભ મેળવનારાઓ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા ખાદ્ય ચીજોની વહેંચણી અને પોષણ સહાયની ખાતરી કરવા માટે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ, સ્થાનિક વહીવટને સમુદાયની દેખરેખમાં, સમયસર જાગૃતિ કેળવવા અને તેમને સોંપાયેલ અન્ય કામોમાં મદદ કરે છે.

રાજ્યસભામાં આજે આ માહિતી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની દ્વારા લેખિત જવાબમાં આપવામાં આવી હતી.