તારી આંખોમાં,
હું ડૂબું કેમ નહિ?
તેમાં મળતી પ્રીતને,
હું નિરખું કેમ નહિ?
જ્યારે નજર મળે છે આપણી,
ત્યારે ઝૂકી જાય છે નજર મારી,
એક વાર ડૂબ્યાં પછી ફરી કદી,
બહાર નીકળી ન શકી,
પણ આવા સુંદર નયન જોઈને,
હું પોતાને ડૂબવાથી બચાવી ન શકી,
તે જ પ્રીત તને મારામાં પણ મળશે,
તે જ સુંદરતા મારામાં પણ મળશે,
તને પણ ડૂબવું ગમશે મારામાં,
તું એક વાર તો જો,
મારી આંખોમાં….
– નિતી સેજપાલ “તીતલી”