રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ લંબાવવામાં આવી

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે (ડીપીઆઇઆઇટી) આજે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ 1 સપ્ટેમ્બર, 2020થી વધારીને 1 જાન્યુઆરી, 2021 કરી દીધી છે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય ઘરેલું ઉત્પાદકોને સ્થાપિત ધોરણોના અનુપાલન માટેની જરૂરી વ્યવસ્થા કરવા માટે ચાર મહિનાના વધારાના સમયની મંજૂરી આપી છે.