આ વખતે વરસાદમાં…

તન ભીના ને હૈયા સુકા, આ વખતે વરસાદમાં.

બે પંખીડા જુદા જુદા, આ વખતે વરસાદમાં.

ટીપે ટીપે આગ લાગી, ટશર ફૂટ્યા યાદના.

છાંટા જાણે હૈયે ખૂચ્યાં, આ વખતે વરસાદમાં.

લીલી લાગણીઓ છે સૂકી,ને સપનાઓ કોરા,

અરમાનો ના ગળે ડુમા, આ વખતે વરસાદમા.

સાથે વીત્યા ચોમાસાનાં, સંભારણા ની છાંટથી

ભીંજાયા આંખોના ખૂણા, આ વખતે વરસાદમાં.

રાહ જોતાં એકબીજાની, ભીંજાવાની આશ મા,

એક છત્રી ને બે ય જણા, આ વખતે વરસાદમાં.

– હાર્દિક મકવાણા(હાર્દ)