અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડાની શરૂઆત

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર તારીખ 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામા આવી રહેલ સ્વચ્છતા પખવાડા ની શુરુઆત થઈ. મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા દ્વારા મંડળ કાર્યાલય માં આયોજીત કાર્યક્રમ માં ઉપસ્થિત દરેક અધિકારીઓ અને કર્મચારીઓ ને સ્વચ્છતા શપથ અપાવા માં આવી.મંડળ ના પ્રમુખ સ્ટેશનો ભુજ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, વિરમગામ, સાબરમતી, મણિનગર, તથા અમદાવાદ સ્ટેશનો, કાંકરિયા, અમદાવાદ અને સાબરમતી કોચિંગ ડેપો, વટવા અને સાબરમતી ના ડીઝલ શેડ ટ્રેનિંગ સ્કૂલ પર પણ સ્વચ્છતા પખવાડિયા ની શરૂઆત કરવામાં આવી તથા દરેક કર્મીઓ અને કોન્ટ્રેક્ટ ક્લિનિંગ સ્ટાફ ને સ્વચ્છતા શપથ અપાવામાં આવી અને તેમને સ્વચ્છતા ના પ્રતિ જાગરૂક કરવામાં આવ્યા આ દરમિયાન કાલુપુર હેલ્થ યુનિટ થી અમદાવાદ સ્ટેશન અને સરસપુર રેલવે કોલોની સુધી સ્વચ્છતા રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું.

મંડળ રેલ પ્રબંધક શ્રી ઝા ને આ અવસર પર મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું કે સ્વચ્છ ભારત – સ્વચ્છ રેલ મિશન ના અંતર્ગત આ સ્વચ્છતા પખવાડા મનાવામાં આવી રહ્યો છે. જેમાં રેલ, રેલ પરિસરો, કાર્યાલયો વગેરે પ્રમુખ સ્થાનો પર આ પખવાડિયા દરમિયાન સઘન અભિયાન ચલાવામાં આવશે તથા રેલ કર્મીઓ અને તેમના પરિજનો, કોન્ટ્રેક્ટ સ્ટાફ અને યાત્રીઓ ને સ્વચ્છતા પ્રત્યે જાગરૂક કરવામાં આવશે. વર્તમાન માં કોરોના મહામારી ના લીધે covid 19 ના પ્રોટોકોલ તથા ભારત સરકાર દ્વારા જારી ગાઈડલાઈન જેવા સોશિયલ ડિસ્ટન્સિંગ ના નિયમો નુ પાલન કરવામાં આવી રહ્યું છે. તેમને જણાવ્યુ કે આ વર્ષ ના સ્વચ્છતા પખવાડા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ ને પુરુ સમાપ્ત કરવું તથા કાર્યાલયો માં પ્લાસ્ટિક ના ઉપયોગ ને હતોત્સાહીત કરવું તથા રેલવે સ્ટાફ અને તેમના પરિજનો માં સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા ફેલાવા પર વિશેષ ભાર મુકવા માં આવશે.