વર્લ્ડ ઓઝોન ડે

વર્લ્ડ ઓઝોન ડે દર વર્ષે 15 સપ્ટેમ્બરના હોય છે. આ દિવસ આપણને યાદ કરાવે છે કે ઓઝોન લેયર કેટલી મહત્વનું હોય છે. તે આપણને સૂર્યના પારજાંબલી કિરણોથી બચાવે છે. પણ હવે તે લેયર પાતળું થતું જાય છે. જે દિવસે તે લેયર નહિ રહે તે દિવસે પૃથ્વી પરના જીવો પર ખતરો વધી જશે. તે લેયર પાતળું ન થાય તેની જવાબદારી આપણે સૌએ લેવાની છે. આપણે જે એ.સી, રેફ્રીજરેટર કે અન્ય જે ઈલેક્ટ્રિક ઉપકરણો વાપરીએ છીએ તેના કેમિકલ્સ તે લેયરને પાતળું કરે છે પણ તેવું ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. નહીં તો એક દિવસ આપણે જ નહીં રહીએ. ચાલો આ ઓઝોન ડે ના આપણે બધા નક્કી કરીએ કે ઓઝોન લેયરને બચાવીશું. પૃથ્વી જીવ પર ખતરો નહિ વધવા દઈએ. કુદરતે આપેલી ભેટનું ધ્યાન રાખીશું. બને તેટલો ઓછો વપરાશ કરીશું. જરૂર હોય ત્યારે જ એ.સી ચાલુ કરીશું. ચાલો, બધા સાથે મળી આ કામ કરીએ. 

– નિતી સેજપાલ “તીતલી”