સ્ત્રીનું મન

ઘણી વાર નોટિસ કરું છું કે 90% પુરુષો માટે સ્ત્રી એ જીતવાની ટ્રોફી અને રમવાની વસ્તુ સિવાય કંઈ નથી હોતી..સ્ત્રી ને બેડ સુધી લઈ જાવ એટલે તમે જીતી ગયા, પામી લીધી એને…

ખોટું સદંતર ખોટું ,સ્ત્રીને જીતવા મન જીતવું  પડે એનું, જીવવું પડે એની સાથે, બેડ એ એના માટે છેલ્લી વસ્તું….ગિફ્ટ કે પ્રેમ ના ખોટા દેખાડા કરતા ઇવેન્ટ કરતા એના માટે લાગણીના બે શબ્દો જ કામ કરી જાય છે ,સૌથી જરુરી છે એની લાગણી નો સામે  લાગણીથી જવાબ આપવો…

જવાબ ન મળે એટલે લાગણી વિચારમાં પડે….કે કદાચ ક્યાંક કાંઈક ભુલાય છે….સ્ત્રી ને જીતવા કરતા પ્રેમ આપો….બાકી નું આપોઆપ થતું રહેશે…

– દર્શના રાણપુરા