લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આજે (14 સપ્ટેમ્બર, 2020) સાંસદ શ્રી પરબતભાઈ સવાભાઇ પટેલ, શ્રી જશવંતસિંહ ભાભોર, શ્રીમતી રાઠવા ગીતાબેન વજેસિંગભાઈ, શ્રી પ્રદીપ કુમાર સિંહ, શ્રી શાન્તનું ઠાકુર, શ્રી નારણભાઈ કાછડીયા અને શ્રી જોહન બરલા દ્વારા ગુજરાત રાજ્યમાં વર્તમાનમાં કાર્યરત સંકલ્પ યોજના હેઠળ તાલીમ અંગે તેમજ તેના માટે ફાળવેલ ભંડોળની વિગતો અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
(a) સંકલ્પ યોજના હેઠળ ક્યા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે તેની વિગતો; (b) શું ઉપરોક્ત તાલીમ પછી રોજગાર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે કે કેમ; (c) આ તાલીમ લોકોની કુશળતા સુધારી રહી છે કે કેમ; (d) છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ યોજના દરમિયાન સરકાર દ્વારા ફાળવેલ ભંડોળની રકમ અને (e) ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતની રાજ્યવાર વિગતો?
જવાબમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી શ્રી આર. કે. સિંહે જણાવ્યું હતું કે. “a) થી c) આજીવિકા પ્રોત્સાહન માટે કૌશલ્ય પ્રાપ્તિ અને જ્ઞાન જાગૃતિ (SANKALP) એ કેન્દ્ર સરકારની પ્રાયોજિત યોજના છે જેનો હેતુ છે રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશન (NSDM)ના આદેશનો અમલ કરવો. સંકલ્પનું લક્ષ્ય છે કે, એકત્રીકરણ લાવીને વર્તમાન પડકારોને દૂર કરવા, કુશળતા વિકાસ કાર્યક્રમોમાં ગુણવત્તાને ઉત્તેજન આપવું અને તેમને બજારને સુસંગત બનાવવું અને ટૂંકા ગાળાના તાલીમના સંદર્ભમાં સુલભ બનવવા. સંકલ્પમાં ત્રણ મુખ્ય પરિણામ ક્ષેત્રો છે જેમ કે (i) કેન્દ્રિય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ સંસ્થાકીય મજબુતીકરણ; (ii) ગુણવત્તા કુશળતા વિકાસ કાર્યક્રમોની ગુણવત્તાની સુનિશ્ચિતતા; અને (iii) કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં સીમાંત વસ્તીનો સમાવેશ. આ યોજના અન્ય કૌશલ્ય કાર્યક્રમોથી વિપરીત છે, સંકલ્પ યોજના એ કોઈ તાલીમ યોજના નથી, ઉપર જણાવ્યા મુજબ પરિણામ વિસ્તારો સાથે તે પંક્તિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
d) અને e) છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને, સંકલ્પ યોજના હેઠળ રૂ. 275.02 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી રૂ. 263.32 કરોડ રાજ્યના પ્રોત્સાહન અનુદાન તરીકે 28 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે, જ્યારે 28 રાજ્યોના 117 મહત્વાકાંક્ષી જિલ્લાઓના કૌશલ્ય જીવસૃષ્ટિને મજબૂત બનાવવા માટે રૂ. 11.70 કરોડ જાહેર કરાયા છે. રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ મંજૂરી આપવામાં આવતા ભંડોળની વિગતો અનુસૂચિ -1 પર છે.
સંકલ્પ હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત કેન્દ્રોને મંજૂરી અપાયેલ ભંડોળની વિગતો
(રકમ રૂપિયામાં)
અનું.નંબર | રાજ્ય / કેન્દ્રશાસિત | રાજ્ય પ્રોત્સાહન અનુદાન | મહત્વાકાંક્ષી જિલ્લાઓ માટે ભંડોળ | કુલ |
1 | આંધ્રપ્રદેશ | 7,76,25,000 | 30,00,000 | 8,06,25,000 |
2 | છત્તીસગઢ | 8,04,49,200 | 1,00,00,000 | 9,04,49,200 |
3 | હરિયાણા | 6,62,97,600 | 10,00,000 | 6,72,97,600 |
4 | હિમાચલ પ્રદેશ | – | 10,00,000 | 10,00,000 |
5 | જમ્મુ અને કાશ્મીર | 3,84,75,000 | 20,00,000 | 4,04,75,000 |
6 | ઝારખંડ | 5,61,60,000 | 1,90,00,000 | 7,51,60,000 |
7 | કર્ણાટક | 14,35,20,000 | 20,00,000 | 14,55,20,000 |
8 | કેરળ | 6,09,30,000 | 10,00,000 | 6,19,30,000 |
9 | મધ્યપ્રદેશ | 14,42,40,000 | 80,00,000 | 15,22,40,000 |
10 | મહારાષ્ટ્ર | 22,04,40,000 | 40,00,000 | 22,44,40,000 |
11 | ઓડિશા | 4,89,60,000 | 1,00,00,000 | 5,89,60,000 |
12 | રાજસ્થાન | 15,66,60,000 | 50,00,000 | 16,16,60,000 |
13 | તમિલનાડુ | 12,18,12,000 | 20,00,000 | 12,38,12,000 |
14 | તેલંગાણા | – | 30,00,000 | 30,00,000 |
15 | ઉત્તર પ્રદેશ | 44,68,80,000 | 80,00,000 | 45,48,80,000 |
16 | ઉત્તરાખંડ | 3,40,20,000 | 20,00,000 | 3,60,20,000 |
17 | પશ્ચિમ બંગાળ | 20,70,60,000 | 50,00,000 | 21,20,60,000 |
18 | બિહાર | 24,76,77,600 | 1,30,00,000 | 26,06,77,600 |
19 | ગુજરાત | 14,55,00,000 | 20,00,000 | 14,75,00,000 |
20 | પંજાબ | 7,05,60,000 | 20,00,000 | 7,25,60,000 |
21 | અરૂણાચલ પ્રદેશ | 2,73,28,500 | 10,00,000 | 2,83,28,500 |
22 | આસામ | 8,84,00,000 | 70,00,000 | 9,54,00,000 |
23 | મણિપુર | 1,65,15,000 | 10,00,000 | 1,75,15,000 |
24 | મેઘાલય | 2,23,20,000 | 10,00,000 | 2,33,20,000 |
25 | મિઝોરમ | 1,80,90,000 | 10,00,000 | 1,90,90,000 |
26 | નાગાલેન્ડ | 2,34,00,000 | 10,00,000 | 2,44,00,000 |
27 | સિક્કિમ | 1,98,00,000 | 10,00,000 | 2,08,00,000 |
28 | ત્રિપુરા | 2,16,72,000 | 10,00,000 | 2,26,72,000 |
29 | ગોવા | 1,02,00,000 | – | 1,02,00,000 |
30 | પોંડિચેરી | 1,82,50,000 | – | 1,82,50,000 |
કુલ | 263,32,41,900 | 11,70,00,000 | 275,02,41,900 |