તું ન હોત તો ?

મા, જો તું ન હોત તો ?

મને પડ્યા પછી ફરી ઉભું કોણ કરત ?

રોકાયા પછી ફરી ચાલતાં કોણ શીખડાવત ?

મતલબી સંસારમાં મારુ કોણ હોત ?

આજે તને કહી જ દઉં છું,

તારા વગર મારુ જીવન શક્ય નથી,

તારા વિના હું કંઈ જ નથી,

પ્રેમની પરિભાષા તે મને શીખવાડી,

પહેલી વાર હસતા પણ તે જ મને શીખવાડી,

જો તું હમેશા મારી આગળ રહે,

તો મને તું કાકરાંથી બચાવજે,

અને જો તું મારી પાછળ રહે,

તો હંમેશા મને તારો ખભો આપજે,

અને રડવા માટે તારો ખોળો આપજે,

હંમેશા તે જ વિચાર આવે,

અને તે વિચાર સતાવે,

અને ડરાવે,

કે જો તું ન હોત તો? 

– નિતી સેજપાલ “તીતલી”