કલાકાર કોણ છે?

એ જે ચવાઈ ગયેલી કળા રજુ કરે છે,

કે પછી એ જે તમને ગમતું પિરસે છે.

એ જે સરાહના માટે જીવે છે,

કે પછી એ જે પૈસા માટે  પ્રસ્તુતી કરે છે.

કલાકાર કોણ છે?

કલાકાર એ છે જે પોતાના ગમતું કરે,

ચંદ્ર ને જોઈ પ્રેમનું વર્ણન કરે,

કલાકાર એ છે જે કલ્પનાથી કથાઓ રચે,

જગતને પોતાની અલાયદી નજરે જુએ.

કલાકાર સંગીતકાર છે જે સૂર માં લાગણીઓ વણે,

કલાકાર નૃત્યકાર છે જે નૃત્યમાં ઘટનાઓ કહે,

કલાકાર ચિત્રકાર છે જે ચિત્રોમાં સંદેશા વણે,

કલાકાર એ દરેક છે પોતાની લાગણીઓ ને વ્યકત કરે.

સમૃદ્ધિ માટે નહીં સમાજ માટે રચના કરે એ છે કલાકાર !

– યશા પંડિત