પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું.મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં શ્રી ઝાએ માનનીય રેલમંત્રી શ્રી પિયુષ ગોયલના હિન્દી દિવસના સંદેશનું વાચન કર્યું. તેમને ભારતીય રેલ અને હિન્દીને અન્યોન્યાશ્રીત બતાવતા ભારતીય રેલના વિશાળ નેટવર્કમાં હિન્દીના પ્રસારમાં નિરંતર અગ્રણી ભૂમિકા ની સરાહના કરી. તેમના અનુસાર કોમ્પ્યુટર અને સૂચના ક્રાંતિના આ યુગમાં ઇન્ટરનેટ, રેલનેટ, યાત્રી આરક્ષણ પ્રણાલી, ઈ ટીકટ, મોબાઈલ દ્વારા ટીકટ બુકિંગ, ઈ મેલ, રેલ્વેની વેબસાઇટ, સોશિયલ મીડિયાના સાધન જેવા ટવિટર, ફેસબુક એ હિન્દીને વિશ્વ પટલ પર સ્થાન આપ્યું છે.
અપર મંડળ રેલ પ્રબંધક (ઓપરેશન્સ) શ્રી અનંત કુમારે મહાપ્રબંધક પશ્ચિમ રેલ્વે શ્રી આલોક કંસલના સંદેશનું વાચન કર્યું જેમાં તેમણે હિન્દીના વિકાસ અને સમૃદ્ધિ માં પોતાના સક્રિય યોગદાન આપવાની અપીલ કરી શ્રી કંસલે સામાન્ય પબ્લિકથી સબંધિત દરેક પ્રકારની સૂચનાઓ વેબસાઈટો પર અંગ્રેજી ની સાથે સાથે હિન્દી ના સરળ અને પ્રચલિત શબ્દો માં ઉપલબ્ધ કરાવા પર વિશેષ ભાર આપ્યો.અપર મંડળ રેલ પ્રબંધક (ઇન્ફ્રા) શ્રી પરિમલ શિંદે એ મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાના સંદેશ નું વાચન કર્યું જેમાં તેમણે મંડળના દરેક કાર્યાલયોમાં હિન્દીના પ્રયોગ પર સંતોષ વયક્ત કરતાં આને હજી આગળ વધારવા તથા શત પ્રતિશત કાર્ય હિન્દીમાં કરતાં બીજાઓને પણ આના માટે પ્રેરિત કરો. પ્રધાન કાર્યલય તથા નગર રાજભાષા કાર્યન્વિયન સમિતિ દ્વારા અમદાવાદ મંડળ તથા તેના રેલ કર્મીઓને સમયસર પ્રાપ્ત થનારા સમ્માન અને પુરસ્કાર આને પ્રમાણિત પણ કરે છે કાર્યક્ર્મ ના અંત માં રાજભાષા અને જન સમ્પર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા એ ઉપસ્થિત દરેક અધિકારીઓ / કર્મચારીઓનો આભાર માન્યો. કાર્યક્રમ નું સંચાલન મુખ્ય કાર્યાલય અધીક્ષક ( રાજભાષા) શ્રી પ્રકાશ પટેલે કર્યું.