વરસાદમાં હું એકલી,
રિમઝીમ ટીપાંને તાકતી,
ને સામે નદી વહેતી,
ઠંડા પવનમાં રહેતી,
ને આકાશને હું જોતી,
સાથે વિચાર કરતી,
કે આ નજારો ફરી ક્યારે મળશે?
ફરી ક્યારે સમય મળશે?
આટલું વિચારતા જ રાત પડી ગઈ,
હવે મુશળધાર વરસાદ ન રહ્યો,
ન રહી એ સાંજ,
અને ન રહ્યો મારો નજારો,
આખરે ટીપાં પડવાના બંધ થયા,
ને સમીર ચાલવા લાગ્યો,
સાથે હું પણ ચાલવા માંડી,
ઘણી યાદો રહી ગઈ,
ઘણો સમય વીતી ગયો,
એ વરસાદમાં…..
– નિતી સેજપાલ “તિતલી”