માવતર

માવતરની આ શીળી છાંયા
સમજે આ માડીના જાયા.

વેઠીને દુઃખો અઠળક એણે
બનાવ્યા સંતાનને સવાયા.

અતૃપ્તિનો ઓડકાર ખમીને
વ્યાંને ભરપેટ હમેંશા રખાયા.

કાપકૂપ ખુદના ખર્ચે કરી એણે
છોરાઓને સાહેબ જ બનાવ્યા.

કાશ! શોધે કારણ હવે સંતાનો
માવતર સેવાએ કેમ થોથરાયા?

નિલેશ બગથરિયા  “નીલ”