બૂમ બરાડા

જાગો ઊઠો થાવ ભરાડા,
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા.
હૈયે પૂરો પાકળ ખાડા…
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા..
.
કોરોના ની ધાક હટાવો,
જાગી જાતે ઠીક કરાવો..
આવ્યા જાશે સંકટ દા’ડા, જૂઠ્ઠા છોડો બૂમ બરાડા.

મીઠા ભાવે ચાહત રાખો,
કોરોનાથી રાહત ભાખો..
પીઓ તીખ્ખા દાહક કા’ ડા,
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા..

લીંબુ ચૂસો આંખ દબાવી,
વાફે લેજો નાક ચડાવી… હામે પામો માનદ ગાડા.,
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા.

અંગે હાથે સાફ રહેજો,
બા’રેથી આવી બસ ન્હાજો
છેટા રાખી દાહ પછાડા,
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા.

જાગો આ વાતાવરણથી,
જીતો એને જાગરણથી..
રોકો સારા દંભ રવાડા,
જૂઠ્ઠા છોડો બૂમ બરાડા.

કોકિલા રાજગોર