એમ ક્યાં લેખક થવાય છે !!

ક્યારેક બે લાઈન લખતા પણ થકાય છે, તોય ‘ શું નવીન કર્યું ‘ સંભળાય છે .
એમ ક્યાં લેખક થવાય છે !

પાંદડે પાંદડે અલગ રંગ દેખાય છે અહીં , તો જિંદગી ને કેમ ઓળખાય છે .
એમ ક્યાં લેખક થવાય છે !

અનહદ કાગળો ભર્યા પછી પણ, મન ની વાતો મન માં રહી જાય છે .
એમ ક્યાં લેખક થવાય છે !

પ્રેમી છોડી ને જાય તો પણ, તેના વખાણ દિલ કાગળ પર કાઢીને થાય છે .
એમ ક્યાં લેખક થવાય છે!

કઈ ક્ષણે કઈ કવિતા આવી જાય મન માં એ પણ ક્યાં નક્કી કરી શકાય છે .
એમ ક્યાં લેખક થવાય છે !

પ્રેમ હોય કે નફરત અહીં તો બધું શબ્દો થી જ દર્શાવાય છે .
એમ ક્યાં લેખક થવાય છે !