આર્મીના કમાન્ડરે વડોદરામાં એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલની મુલાકાત લીધી

અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રાજપૂત રેજિમેન્ટના કર્નલ, લેફ્ટેનન્ટ જનરલ સી. પી. મોહંતીએ 11 અને 12 સપ્ટેમ્બર 2020ના રોજ વડોદરા ખાતે આવેલા મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષ શ્રીમતી મામુન મોહંતી પણ જોડાયા હતા. આર્મીના કમાન્ડરે પોતાની આ બે દિવસની મુલાકાત દરમિયાન, કમાન્ડન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલ, ફોર્મેશન કમાન્ડર અને સ્ટેશન કમાન્ડર પાસેથી પરિચાલન કામગીરીઓની તૈયારીઓ અને તાલીમ સંબંધિત મહત્વપૂર્ણ પાસાંઓની વિગતવાર માહિતી મેળવી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન, તેમણે આર્મી દ્વારા ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું અને કોવિડ-19 સામે રાષ્ટ્રની લડાઇમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપવા માટે કરેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી.

આર્મીના કમાન્ડરે ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલ અને ફોર્મેશનના ટ્રેનિંગ નોડમાં તાલીમ સુવિધાઓના અપગ્રેડેશન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ મુલાકાત દરમિયાન, રેસિડેન્ટ વેલફેર એસોસિએશને કોવિડ-19 લૉકડાઉન દરમિયાન અને 01 MW સોલર પાવર પ્લાન્ટ પરિયોજના કે જે વીજળીની બચત કરવા ઉપરાંત હરિત ક્રાંતિમાં નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન પણ આપશે તેમાં સહાયતા કરી પ્રશંસા કરી હતી.

શ્રીમતી મામુન મોહંતીએ પણ પ્રવર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન પરિવારોને મદદરૂપ થવા બદલ RWAની સહાયતાની પ્રશંસા કરી હતી. તેમણે લૉકડાઉન દરમિયાન બાળકોએ તૈયાર કરેલા 3D મોડલ અને પેઇન્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરી હતી.