અમદાવાદ – હાવડા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 18 સપ્ટેમ્બરથી અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વર્તમાન માં અમદાવાદ – હાવડા સ્પેશિયલ ને સપ્તાહ માં એક દિવસ (સોમવાર) ચલાવામાં આવી રહી છે. જેને તારીખ 18 સપ્ટેમ્બર 2020 થી અઠવાડિયામાં 3 દિવસ ચલાવવા નો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2020 થી ટ્રેન નંબર 02834 હાવડા –  અમદાવાદ સ્પેશિયલ પ્રતિ  મંગળવાર,શુક્રવાર અને રવિવારે હાવડા થી અને ટ્રેન નંબર 02833 અમદાવાદ – હાવડા સ્પેશિયલ 18 સપ્ટેમ્બર 2020 થી  પ્રતિ શુક્રવાર, સોમવાર અને બુધવારે અમદાવાદ થી ચાલશે.

આ અતિરિક્ત ફેરાઓનું રિઝર્વેશન 14 સપ્ટેમ્બર 2020 થી પ્રારંભ થશે.