પ્રધાનમંત્રીએ ‘ગૃહ પ્રવેશમ’ કાર્યક્રમમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં યોજાયેલા ‘ગૃહ પ્રવેશમ’ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. જેમાં 1.75 લાખ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (PMAY-G) અંતર્ગત પાકા ઘરની સોંપણી કરવામાં આવી છે. શ્રી નરેન્દ્ર મોદીએ PMAY-G અંતર્ગત મધ્યપ્રદેશમાં ઘર મેળવનારા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે 1.75 લાખ લાભાર્થીઓ તેમના નવા ઘરમાં સ્થળાંતરિત થઇ રહ્યાં છે તેમને પોતાના સપનાંનું ઘર મળ્યું છે અને તેમના બાળકોના ભાવિ અંગે તેમનામાં આત્મવિશ્વાસ પણ જાગ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જે લાભાર્થીઓને આજે ઘર મળ્યું છે તેઓ એવા 2.25 કરોડ પરિવાર સાથે જોડાઇ ગયા છે જેમણે છેલ્લા 6 વર્ષમાં પોતાનું ઘર પ્રાપ્ત કર્યું છે અને હવે તેઓ ભાડાના મકાનમાં અથવા ઝૂંપડપટ્ટીમાં અથવા કાચા મકાનમાં રહેવાના બદલે પોતાના ઘરમાં રહે છે. તેમણે લાભાર્થીઓને દીવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ વ્યક્તિગત રીતે તેમની સાથે આ ખુશીઓની પળ વહેંચનારાઓમાંથી એક વ્યક્તિ હોત. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની આ ઘડી માત્ર 1.75 લાભ ગરીબ પરિવારો માટે યાદગાર ઘડી નથી પરંતુ દેશમાં ઘરવિહોણા દરેક પરિવારને પાકુ ઘર આપવાની દિશામાં આ ખૂબ મોટું પગલું છે. તેમણે કહ્યું હતું કે આનાથી દેશમાં ઘરવિહોણા લોકોની આશા વધુ મજબૂત બને છે અને તેનાથી એ પણ પુરવાર થાય છે કે, સરકારે કેવી સાચી વ્યૂહનીતિ અને લાભાર્થીઓ સુધી પહોંચવાના ઇરાદા સાથે આ યોજનાનો અમલ કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ઉભા થયેલા પડકારોથી ડર્યા વગર, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત 18 લાખ મકાનોનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે અને તેમાંથી મધ્યપ્રદેશમાં 1.75 લાખ મકાનોનું કામ પૂરું કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, PMAY-G અંતર્ગત સરેરાશ 125 દિવસમાં એક મકાનનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ કોરોનાના સમય દરમિયાન, તે કામ માત્ર 45 થી 60 દિવસમાં જ પૂરું કરવામાં આવ્યું તે પણ પોતાની રીતે એક વિક્રમ જ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંખ્યાબંધ સ્થળાંતરિત શ્રમિકો આ સમયમાં શહેરો છોડીને તેમના વતન ગામડાંઓમાં પરત ફર્યાં તેના કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ પડકારને અવસરમાં રૂપાંતરિત કરવાનું આ એક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. તેમણે કહ્યું કે, આ સ્થળાંતરિત શ્રમિકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો સંપૂર્ણ લાભ ઉઠાવીને તેમના પરિવારોની પૂરતી કાળજી લીધી છે અને સાથે સાથે તેમના ગરીબ ભાઇઓ માટે ઘર બાંધવાનું કામ પણ પાર પાડ્યું છે. પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં મધ્યપ્રદેશ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં રૂપિયા 23 હજાર કરોડની પરિયોજનાઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત પૂરી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત, દરેક ગામમાં ગરીબ પરિવારો માટે મકાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, દરેક ઘર સુધી પાણીનો પૂરવઠો પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે, આંગણવાડીઓ અને પંચાયતોના ભવનોનું નિર્માણ થઇ રહ્યું છે અને સાથે સાથે ગાયો માટે ગમાણ, તળાવો અને કુવા જેવા વિવિધ કાર્યો પણ ચાલી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આનાથી બે પ્રકારે ફાયદો થયો છે. એક તો, લાખો સ્થળાંતરિત શ્રમિકો કે જેઓ શહેરો છોડીને તેમના વતન ગામડામાં પરત આવી ગયા છે તેમને અર્થપૂર્ણ રોજગારી મળી છે. અને બીજો ફાયદો એ છે કે, બાંધકામ સંબંધિત માલસામાન જેમ કે ઈંટો, સીમેન્ટ, રેતી વગેરેનું વેચાણ પણ વધ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનથી મુશ્કેલીના આ સમયમાં ગ્રામીણ અર્થતંત્રને ખૂબ જ મોટો આધાર મળ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવા માટે દેશમાં દાયકાથી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ માનભેર જીવન આપવાનું, કરોડો ગરીબોને ઘર આપવાનું લક્ષ્ય ક્યારેય સિદ્ધ થઇ શક્યું નથી. આનું કારણ એ છે કે, આવા કાર્યોમાં સરકારનો વધુ પડતો હસ્તક્ષેપ હતો, પારદર્શકતાનો અભાવ હતો અને વાસ્તવિક લાભાર્થીઓ સાથે કોઇપણ પ્રકારે વિચારવિમર્શ કરવામાં આવતો નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉની યોજનાઓમાં પારદર્શકતાના અભાવના કારણે તે યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા મકાનો પણ નબળી ગુણવત્તાના હતા.…

આર્મીના કમાન્ડરે વડોદરામાં એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલની મુલાકાત લીધી

અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, સધર્ન કમાન્ડના જનરલ…

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત…

કેન્દ્રીય આરોગ્ય સચિવ, ઉદ્યોગો અને આંતરિક વેપાર સચિવ તેમજ ફાર્માસ્યુટિકલ સચિવે 7 મોટા રાજ્યોમાં આરોગ્ય સંભાળની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન…