સ્ત્રીત્વ

સમસ્યાને છુપાવવી એ સમસ્યાનો હલ નથી…

સીધેસીધું જોવાય છે સ્ત્રીની કોઈ દુનિયા નથી.

ના એની કોઈ ઈચ્છાઓનું માન છે
ના એની કોઈ વાતનું સન્માન છે
એને શું કરવું છે એને કોણ પૂછે છે

ગામમાં 20-25 સ્ત્રીઓ tiptop રહેતી થાય કે શહેરમાં 400 – 500 સ્ત્રીઓ નોકરી કરતી થાય
કે મહાનગરમાં 4000 – 5000 સ્ત્રીઓ પોતાનું જીવન પોતે જીવતી થાય.. એ સારી પરિસ્થિતિ છે પણ સમસ્યા જ્યાની ત્યાં છે..

વાત છે,
સ્ત્રીઓના વિચારની
તેમની લાગણીઓની
તેમના સન્માનની

વાત છે
તેમના પર જતાવાતા અધિકારની
પૂછ્યા વગર કરાતા કામની
તેમના વસ્તુ જેમ ઉપયોગની

થોડું થયું છે ખૂબ બાકી છે
જે કર્યું છે તમે જ કર્યું છે
આગળ તમારે જ કરવાનું છે

કોઈ પણ સ્ત્રીએ પોતે યોગ્ય છે તો બધું યોગ્ય થઈ ગયું છે એ માનવું ખૂબ જ ખતરનાક છે. એ જ તો સૌથી મોટી મુશ્કેલી છે.. એણે બાકી સ્ત્રીઓનો અવાજ બનવું જરૂરી છે. દેખાડો બધે જ વધી ગયો છે અહીંયા વધ્યો તો જેટલું થયું છે તે પણ નીચે જતું રહેશે..

દુઃખ થાય કે ૨૧મી સદીમાં પણ આ પ્રકારનું લખાણ લખવું પડે છે.
પણ દુનિયા છોડતા પેલા આ ફર્ક દૂર થયેલો જોઈ લઈશ એવું લાગે છે બને એટલી મદદ કરી ને સ્ત્રીની અંદરની તાકાત જાગે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો છું આગળ પણ રહીશ..

પ્રીત લીલા ડાબર
©Vibrant writer