ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતમાં વ્યાજમાંથી મુક્તિ અને વ્યાજના વ્યાજમાંથી મુક્તિ તેમજ અન્ય સંબંધિત પ્રશ્નોના સંદર્ભમાં માંગવામાં આવેલી રાહત બાબતે ગજેન્દ્ર શર્મા વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને અન્યોના કેસમાં, હાલમાં ચાલી રહેલી સુનાવણી કાર્યવાહી દરમિયાન વિવિધ ચિંતાઓ ઉભી થઇ રહી છે.
તદ્અનુસાર, સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે જે એકંદરે આકલનનું કાર્ય કરશે જેથી આ સંદર્ભે તેનો ચુકાદો બહેતર માહિતી આધારિત હોય.
નિષ્ણાતોની સમિતિ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર રહેશે:
- શ્રી રાજીવ મહર્ષિ, ભારતના ભૂતપૂર્વ CAG – ચેરપર્સન
- ડૉ. રવિન્દ્ર એચ. ધોળકિયા, ભૂતપૂર્વ પ્રોફેસર, IIM અમદાવાદ અને ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના ભૂતપૂર્વ- સભ્ય
- શ્રી બી. શ્રીરામ, ભારતીય સ્ટેટ બેંક અને IDBI બેંકના ભૂતપૂર્વ પ્રબંધ નિદેશક
સમિતિના સંદર્ભની શરતો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર રહેશે:
(i) કોવિડ-19 સંબંધિત મોરેટોરિયમ પર વ્યાજ મુક્તિ અને વ્યાજના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે તો દેશના અર્થતંત્ર અને આર્થિક સ્થિરતા પર થતી અસરો માપવી
(ii) આ સંદર્ભે સમાજના વિવિધ વિભાગો પર આર્થિક ખેંચતાણની અસર ઘટાડવા માટે સૂચનો અને આ સંદર્ભે લેવા જોઇએ તેવા પગલાં તથા સૂચનો આપવા.
(iii) અન્ય કોઇપણ સૂચનો/અવલોકનો કે જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી હોઇ શકે છે.
આ સમિતિ એક અઠવાડિયાના સમયમાં તેમનો અહેવાલ સુપરત કરશે. ભારતીય સ્ટેટ બેંક આ સમિતિને સચિવાલય કક્ષાનો સહકાર આપશે. આ સમિતિ આ ઉદ્દેશ માટે જરૂર પડે ત્યારે બેંકો અથવા અન્ય હિતધારકો સાથે વિચારવિમર્શ કરી શકે છે.