ડહાપણ… ડા’પણ

ડા’પણ થકી ભાવો ડહોળાતાં વળે સારાંશનું..
સમજણ થકી ભાવો મલી જાતાં મળે સારાંશનું..

વાદે ચડી વાતે નડી છૂટી જતાં ધારા અહીં…
વળગણ થકી ભાવો વળી જાતાં ટળે સારાંશનું..

એકાંતમાં છાનું રડી માનવ પણું લોભે પછી…
ચણ ભણ થકી ભાવો ગળી
જાતાં છળે સારાંશનું

ડા’ પણ બધું દોઢું બની દાબી
રહેતું ડોળથી..
પલટણ થકી ભાવો ભળી જાતાં કળે સારાંશનું..

સાચું સમજતી કોકિલા ને છૂટતું ડા’ પણ અહીં..
સગપણ થકી ભાવો ફળી જાતાં ભળે સારાંશનું.

– કોકિલા રાજગોર