ઈએસઆઈસી મૉડલ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદમાં અધિકારીઓ અને કર્મચારીઓની કોવિડ-19 તપાસ કરવામાં આવી

ઈએસઆઈસી મોડલ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ જે વર્તમાનમાં એક ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ છે, તેના અધિકારીઓ અને કર્મચારીઓની કોવિડ તપાસ 09/09/2020ના રોજ કરવામાં આવી. રખિયાલ અર્બન હેલ્થ સેન્ટરની પ્રત્યેક ત્રણ વ્યક્તિની ચાર ટીમો દ્વારા કોવિડ તપાસ કરવામાં આવી હતી. ડૉ. વિણા કુમારી કે., તબીબી અધિક્ષિકા અને ડૉ. લીલાધર વંડીકર, નાયબ તબીબી અધિક્ષક દ્વારા સૌથી પહેલા કોવિડ ટેસ્ટ કરાવી તેની શરૂઆત કરી હતી. ઇ.એસ.આઈ.સી. આદર્શ હોસ્પિટલના કોવિડ્ડ-19 કો-ઓર્ડીનેટર ડૉ.જીગ્નેશ દેસાઇએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પરીક્ષણોનું સંકલન અને આયોજન કર્યું હતું. તમામ પરીક્ષણો ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી વિભાગની સામે સામાજિક અંતરના ધારાધોરણનું પાલન કરતા લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ તેમના પરીક્ષણ કરાવ્યા હતા. પરીક્ષણ કરાયેલા કુલ 180 લોકોમાંથી 03 પૉઝીટીવ જોવા મળ્યા. પૉઝીટીવ કર્મચારીઓને નિયત પ્રક્રિયા મુજબ તબીબી સંભાળ અને ક્વોરેન્ટાઈન માટે મોકલી દેવામાં આવ્યા છે.