અવિશ્વાસ

વિશ્વાસે વહાણ ચાલે…

અહી… અવિશ્વાસમાં નકારાત્મક ભાવ આવી જઈ વિશ્ચાસનું વહાણ અવિશ્ચાસે ડગમગી ડૂબી જાય. સોય થી ફાટેલું સિવાય પણ શંકા ની સોય થોડું ફાટેલું ચીરી ને લીરા બનાવી દે… કીડા સમાન કોતરી દે તન મન કે સારાં વિચારો સંબંધો ને… કાટમાળ માં પરિવર્તિત કરી રોગગ્રસ્ત કરી દે અને છેવટે અંત આવી જાય એ સંબંધોનો… વિશ્ચાસ ઉપર જ્યારે જ્યારે અવિશ્ચાસ હાવી થઈ જાય ત્યારે મનોભાવ વિચાર શૂન્ય બની અંધ બની જાય અને એ અંધારામાં ધકેલાઈ જાય એ સત્ય છે.

તમારા સંબંધોના પાયા ઘણી વાર મજબૂત હોવાં છતાં અવિશ્ચાસનો કીડો એને જમીન દોસ્ત કરી મુકે છે. આપણે એ ઘણી વાર જાતે કે આસપાસનું જાણ્યું જોયું હશે. હસતાં રમતાં ઘર ઘરોબા અવિશ્ચાસ થઈ તણખલે થઈ જાય છે… અહીં મેં ઘણી વાર જોયું છે.. પુરુષો નાં ખરાબ વર્તન કે અવિશ્ચનીય વાતોથી સ્ત્રીઓ ખળભળી ઊઠે છતાં સમજદારીથી તે ઘર છોડતી નથી.. જ્યારે આજનાં પુરુષ પ્રધાન સમાજનાં વર્ચસ્વમાં ઘરની સ્ત્રીનું કંઈક અવિશ્ચાસુ વર્તન જણાય તો પુરષ એ સહી શકતો નથી… અહીં સ્ત્રીનો ત્યાગ કે ત્રાસ વધી જતાં દુઃખમય જીંદગી બની જવા પામે છે… અહીં કહેવું પડે કે શું પુરુષ રામ જેવો શુધ્ધ વિશ્ચ્નીય છે ખરો?… તો તેને પોતાની સ્ત્રી સીતા સમી જ જોઈએ… કે હોય એમ ધારી શકે… છતાં સૌ પુરુષો ને ઘરમાં સીતા જોઈએ છે.


અહીં વાત અવિશ્ચાસની કરવા આ બતાવ્યું.. અહીં કહેવું પડે કે જીવન રથ વિશ્ચાસ ઉપર ટકેલો છે. કંઇક ઘટના બને તો સમજદારીથી હલ કરતાં રહી ભવસાગરમાં તરતાં શીખવું જોઈએ. નિરાકરણમાં તોડવું જ ઉચિત માર્ગ નથી હોતો. આ રીતે સપનાંનો મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કુટુંબ અને પરિવારને વેરવિખેર કરી નાંખે છે. જ્યાં બધાં જ દુઃખી થઈ જાય કે હાનિ સર્જાય એ ભૂલવું ન જોઈએ. અવિશ્ચાસને પોષણ આપવું એ તમને કાચા કાનનાં સાબિત કરી દે છે. વિશ્ચાસને બાંધતાં લાંબો સમય લાગે પણ તોડતાં… એક પળ… અને એક વાર તૂટેલો વિશ્ચાસ જલ્દી આવતો નથી પણ અશક્ય વાત પણ નથી. પ્રેમથી ધીરે ધીરે વિશ્ચાસ પાછો લાવી શકાય છે…. હા.. નવો દાવ ખેલતાં ત્યાં પણ અવિશ્ચાસ હૈયે વસતાં શાંતિ કરવાં દેતો નથી એ સત્ય ને જાણી એ જ વિશ્વાસને ફરી જીવંત કરવો એ ચતુરાઈ ની વાત છે. આજે જગત પ્રગતિના દોરે ચાલતું નથી, એ દોડે છે ને એ દોડમાં વિશ્ચાસને ટકાવી રાખવું બહુ વિકટ છે તેમ છતાં અવિશ્ચાસથી દૂર રહેવું જોઈએ. અવિશ્ચાસ આજનાં કળિયુગમાં દાનવ સમાન છે, જે આપણાં દેવ જેવા મનને અંધારપટમાં લાવી કે વિચાર શૂન્ય બનાવી દે છે. માનવની મોંઘી મળેલી જીંદગીરુપી નાવને ભવસાગરમાં ડૂબાડી… જીવન તબાહ કરી દે છે…

અંતમાં કહું મનને સાફ સરળ રાખો તો વિશ્વાસ ટકી રહેશે. એ વટવૃક્ષ બની શાંતિ છાયા આપશે ઝૂલે ઝૂલાવશે. અવિશ્ચાસથી દૂર રાખશે. મોંઘી મળેલી માનવ જીંદગી મહેકાવશે. ચાલો આપણે સાથે રહી સાફ સુથરા મનથી સારું સાચું વિચારીએ તો અવિશ્ચાસને રહેવાની જગા જ આપણાં દિલમાં નહીં મળે.. દિલમાં ઔદાર્યભાવ જગાવી ક્ષમા ભાવને વિકસાવો… મોંઘા મળેલા માનવ જન્મને સાર્થક કરો…. તો… અવિશ્ચાસ ક્યાં ટકશે..?? ક્યાં રહેશે ?
દોસ્તો આપશો ને જવાબ… મને?… અસ્તુ

કોકિલા રાજગોર