સંબંધોને સમજવા અને સમજણના અજવાળે એને માણવાના હેતુથી આ ઉપક્રમ રાખ્યો છે- અહીંની ઢળતી રાતે એક રચના મુકવાનો.
દામ્પત્યમાં પણ શ્રધ્ધા અને સબૂરી જ મહત્વનાં છે. પણ જ્યારે અવળા વાયરે દીવડાની જ્યોત કંપે ત્યારે એની આસપાસ કોઇએ હાથ ધરવા પડે. એમાં એક એક હાથ બંનેનો હોય તો ઉત્તમ , બંને હાથ એક જણનાં હોય તોય ખોટું નહીં. પણ જ્યારે બેમાંથી કોઇ એ માટે તૈયાર ન હોય ત્યારે પરિવારમાં કોઇક તો હોય જે થરથરતી જ્યોતને સ્થિર રાખવા હાથ ધરે.
આ જવાબદારી એક સમયે દાદા દાદી બજાવતા.
આજે તો હુતોહુતીના સંસારમાં આવા વડિલો નથી. પણ હતા ત્યારે કેટલા ઉપયોગી હતા ! એમની togetherness પ્રેરણાદાયી હતી….
– તુષાર શુક્લ