પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી. સમીક્ષામાં કેદારનાથમાં માળખાગત સુવિધાઓને વેગ આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વધુ યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓને મુલાકાત માટે સહાયરૂપ બનાવશે.

પ્રધાનમંત્રીએ યાત્રાળુને અનુકૂળ અને પર્યાવરણને અનુરૂપ સુવિધાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કેદારનાથ અને આસપાસના વિસ્તારોના વિકાસના ભાગ રૂપે ચાલી રહેલા પ્રયત્નોમાં નવીનતમ તકનીકનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું.