પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો અમદાવાદ – ખુર્દા રોડ, ગાંધીધામ – ખુર્દા રોડ અને ઓખા – ખુર્દા રોડ માટે દોડાવવામાં આવશે અને આ તમામ ટ્રેનો પૂર્ણ રૂપ થી આરક્ષિત રહેશે.આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 1. ટ્રેન નંબર 02843/02844 ખુર્દા રોડ – અમદાવાદ – ખુર્દા રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ વિશેષ ટ્રેન

     ટ્રેન નંબર 02844 અમદાવાદ – ખુર્દા રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 14 સપ્ટેમ્બર થી સપ્તાહ માં ચાર દિવસ પ્રતિ સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ સવારે 18.40 કલાકે ચાલશે  અને ત્રીજા દિવસે  07.45 વાગ્યે ખુર્દા રોડ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 02843 ખુર્દા રોડ – અમદાવાદ સ્પેશિયલ ખુર્દા રોડ થી તારીખ 12 સપ્ટેમ્બર 2020 થી મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે 18:40 વાગ્યે ઉપડશે  અને ત્રીજા દિવસે  07.25 વાગ્યે અમદાવાદ પહોંચશે.

   આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા જંક્શન, ભરૂચ જંકશન, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, નંદુરા, અકોલા જંકશન, બડનેરા જંક્શન વર્ધા જંકશન નાગપુર, ભંડારા રોડ ગોંદીયા જંકશન, ડાંગરગઢ, રાજનંદગાંવ, દુર્ગ, ભીલાઇ પાવર  હાઉસ, રાયપુર, મહાસમુંદ, બાગબહરા, ખારીયારોડ, કાંટાબાંજી, ટિટલાગઢ, કેસિંગા,

 રાયગડા, વિજયનગરમ, શ્રીકાકુલમરોડ, બહેરામપુર સ્ટેશનો પર રોકાશે.  આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ ના રિઝર્વ કોચ હશે.

 2- ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-ખુર્દા રોડ-ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન (સાપ્તાહિક)

     ટ્રેન નંબર  02973 ગાંધીધામ – ખુર્દા રોડ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ થી 16 સપ્ટેમ્બર 2020 થી આગળ ની સૂચના સુધી દર બુધવારે 23.00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 17:35 વાગ્યે ખુર્દા  પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 02974 ખુર્દા રોડ 19 સપ્ટેમ્બર, 2020 થી દર શનિવારે  11.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 06:40 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

      આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા જંકશન, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવાલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, કાંતાબંજી, ટીટલાગઢ કેસગા, રાયગડા, વિજિયનગરમ શ્રીકાકુલમ રોડ અને બહેરામપુર સ્ટેશનો પર રોકાશે.  ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ ના માટે રિઝર્વ કોચ રહશે.

 3. ટ્રેન નંબર 08401/8402 ખુર્દા રોડ – ઓખા – ખુર્દા રોડ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન (સાપ્તાહિક)

        ટ્રેન નંબર 08402 ઓખા – ખુર્દા રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 સપ્ટેમ્બરથી દર બુધવારે સવારે 08.30 વાગ્યે ઓખા થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.55 કલાકે ખુર્દા રોડ પહોંચશે.  બદલામાં, ટ્રેન નંબર 08401 ખુર્દા રોડ – ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 16 સપ્ટેમ્બર 2020 ખુર્દા રોડ થી દર રવિવારે  10.40 વાગ્યે  ઉપડશે અને ત્રીજા દિવસે  13.50 વાગ્યે ઓખા પહોંચશે.

    આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા જંકશન, સુરત, નંદુરબાર, જલગાંવ, ભૂસાવલ, મલકાપુર, સગ્ગાનન, અકોલા જંકશન, બડનેરા, વર્ધા, ચંદ્રપુર, બલ્લારશાહ, સિરપુર કાગઝ નગર  , મંચરીયાલ, રામાગુંડમ, વારંગલ, વિજયવાડા, ઇલુરુ, રાજામુંદરી, અંકપલ્લી, વિશાખાપટ્ટનમ, વિજયનગર , શ્રીકાકુલમરોડ અને બહરામપુર સ્ટેશનો પર રોકાશે.  આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ ના રિઝર્વ કોચનો રહેશે.

    આ વિશેષ ટ્રેનોનું આરક્ષણ 10 સપ્ટેમ્બર 2020 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટથી શરૂ થશે.