સાંભળ

સાંભળ,

સ્તન અને નિતંબની વચ્ચે.. તું પણ છે..

તારું હ્રદય પણ છે…તું શ્વસે છે..તું પણ ઘણું ઝંખે છે..

મારા આવેશોને પોષતી તું..તારા આવેગો પણ ધરાવે છે…

આ જો હું ભૂલી જાઉં.. તારા અંગોના અવાજ સાથે તારા હ્રદયના અવાજને સાંભળવાનું જો હું ચૂકી જાઉં..

તો રણકારના ટહુકાને બદલવાની હકદાર છે તું.

મને મારા તનની સાથે તારા મનનું સુખ પણ માણવું છે.

– હિરલ જગડ