“મોદી સરકારના સુધારાઓ જેવા કે એનઇપી, બેટી બચાવો-બેટી પઢાવો, સમગ્ર શિક્ષા અભિયાન વગેરે તે માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે”

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળની અમારી સરકાર તેના ધ્યેય પ્રમાણે બાળકોને સશક્તિકરણ અને એનઇપી, બેટી બચાવો-બેટી પઢાવો, સમગ્ર શિક્ષા અભિયાન વગેરે જેવા સુધારાઓ દ્વારા ‘બધા માટેનું શિક્ષણ’ તરફ અવિરતપણે કાર્ય કરી રહી છે.”

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2020 “કોવિડ-19 કટોકટીમાં અને ત્યારબાદના સાક્ષરતા શિક્ષણ અને અધ્યયન” પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને શિક્ષણશાસ્ત્રીઓની ભૂમિકા અને શિક્ષણ શાખાઓ બદલવા પર આધારિત છે. તેની  થીમ આજીવન શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં સાક્ષરતા શિક્ષણને પ્રકાશિત કરે છે અને તેથી મુખ્યત્વે યુવાનો અને પુખ્ત વયના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.