તર્પણ

જીવનભર થાય ના કશું અર્પણ
મૃત્યુ પછી પુગે ખરું આ તર્પણ.

જીવતે માવતર વારે ચડ્યા હોય
મૃત્યુ પછી કેવું લાગે ફોટો સ્મરણ!

કારજમાં એનાં મધમધતી મીઠાઈ
જીવતે જીવ ધરાર અપાયો કણ.

પીપળે તો પાણી ખૂબ ભાવે રેડાયું
જીવતાં આ માવતરને મળ્યું છે રણ.

વાણી ને વર્તન માવતર તરફ સુધરે
પછી જ ગણાશે સાચું પિતૃ તર્પણ.

– નિલેશ બગથરિયા