કોવિડ-19 પરીક્ષણોમાં ભારતે નવી ઉંચાઈઓ સર કરવાનું ચાલુ રાખ્યું

ભારતે જે દિવસે એક જ દિવસમાં લગભગ 75,૦૦૦થી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી છે, તે દિવસે પણ વિક્રમજનક પરીક્ષણ કરવાનું પણ ચાલુ રાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11.5 લાખથી વધુ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ભારત એવા કેટલાક જુજ દેશોમાંનો એક છે કે જ્યાં દૈનિક પરીક્ષણોની સંખ્યા ખૂબ વધારે છે. દૈનિક પરીક્ષણ ક્ષમતા 11 લાખને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 11,54,549 પરીક્ષણો સાથે ભારતે રાષ્ટ્રીય નિદાન ક્ષમતાને વધુ મજબૂત કરી છે.

આ સિદ્ધિ સાથે સંચિત પરીક્ષણો 5.18 કરોડ (5,18,04,677) ને પાર થઇ ગયા છે.

દેશવ્યાપી પરીક્ષણના ઉચ્ચ સ્તર દ્વારા સમયસર નિદાનમાં યોગ્ય સારવાર માટે અગાઉથી યોગ્ય પોઝિટીવ કેસને આઇસોલેશનથી અથવા હોસ્પિટલમાં દાખલ કરવા માટે મૂલ્યવાન તકો આપવામાં આવી છે. આનાથી મૃત્યુ દર (આજે 1.69%) ઓછો અને ઝડપથી સાજા થયેલાઓની સંખ્યા વધી છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને વિવિધ પ્રમાણબદ્ધ પગલાઓએ દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાને નોંધપાત્ર વેગ આપ્યો છે. આ સિદ્ધિના આધારે પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) માં 37,539નો તીવ્ર વધારો થયો છે. તેણે સતત ઉપરનું વલણ જાળવી રાખ્યું છે.

જાન્યુઆરી 2020માં પુણેમાં એક પરીક્ષણ પ્રયોગશાળામાંથી શરુ કરતા આજે દેશમાં સરકારી ક્ષેત્રે 1040 લેબ્સ અને 638 ખાનગી લેબ્સ સહિત 1678 લેબ્સ કાર્યરત છે, જેમાં આનો સમાવેશ થાય છે:

•       રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 854 (સરકારી: 469 + ખાનગી: 385)

•       TrueNat આધારિત પરીક્ષણની લેબ: 703 (સરકારી: 537 + ખાનગી: 166)

•       CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 121 (સરકારી: 34 + ખાનગી: 87)