ફોન કોલ

છે એક ઉધાર ફોન કોલ
મારા દિલ દરબારનો દિવાન ફોન કોલ

રોજ જોવાતી રાહનો પગાર ફોન કોલ
શિયાળાની સવારનો તુષાર ફોન કોલ

પળભરના પ્રાણ પર પ્રહાર ફોન કોલ
સમય સાથે વણાતો વ્યવહાર ફોન કોલ

વણ વિસરાતી યાદનો પહેરેદાર ફોન કોલ
સંબંધોની શક્યતાનો શણગાર ફોન કોલ

પારસ સમો બન્યો પથ્થર ફોન કોલ
કેટલો છેને એ ઉદાર ફોન કોલ

– રાજશ્રી સાગર