પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ભુવનેશ્વર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તથા અમદાવાદ થઈને પસાર થશે યશવંતપુર-બીકાનેર દ્વિ – સાપ્તાહિક એક્સપ્રેસ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ – ભુવનેશ્વર સ્ટેશનો વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન ચલાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ ટ્રેન પૂર્ણ રૂપથી આરક્ષિત રહેશે. જેની વિગત નિમ્નાનુસાર છે.

  • ટ્રેન નંબર  08406/08405અમદાવાદભુવનેશ્વર સાપ્તાહિક સ્પેશિયલ  ટ્રેન

       ટ્રેન નંબર 08405 ભુવનેશ્વર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 16 સપ્ટેમ્બર 2020થી દર બુધવારે 19.40 કલાકે ભુવનેશ્વરથી ઉપડશે અને શુક્રવારે 07.25 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 08406 અમદાવાદ – ભુવનેશ્વર સાપ્તાહિક સ્પેશિયલ  ટ્રેન 18 સપ્ટેમ્બર થી દર શુક્રવારે અમદાવાદ થી 18.40 કલાકે ઉપડશે અને રવિવારે 06.25 કલાકે ભુવનેશ્વર પહોંચશે. 

      આ ટ્રેન આણંદ, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા જંકશન, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, ખારીયાર રોડ, કાંતાબાંજી, ટીટલાગઢ, બેલાંગીર બરગઢ રોડ, સંબલપુર, અંગુલ, તાલચેર અને ઢેન્કનાલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને  સેકન્ડ ક્લાસ સીટીંગ ના આરક્ષિત કોચનો સમાવેશ હશે.

  • ટ્રેનનંબર 06587/06588 યશવંતપુર – બીકાનેરદ્વિ – સાપ્તાહિકએક્સપ્રેસ

       ટ્રેન નંબર 06587 યશવંતપુર – બીકાનેર દ્વિ-સાપ્તાહિક વિશેષ 13 સપ્ટેમ્બર 2020થી દર રવિવાર અને શુક્રવારે 05.00 કલાકે યશવંતપુર થી ઉપડશે અને ત્રીજા દિવસે 06.50 કલાકે બિકાનેર પહોંચશે.  આવી જ રીતે, ટ્રેન નંબર 06588 બિકાનેર – યશવંતપુર બિકાનેરથી 15 સપ્ટેમ્બર, 2020થી દર મંગળવાર અને રવિવારના રોજ 22.15 કલાકે ઉપડશે અને ચોથા દિવસે 03.15 કલાકે યશવંતપુર પહોંચશે.

      આ ટ્રેન ટમકુર, અરસીકેરે જંકશન, દાવણગેરે, રાણીબેનૂર, હુબલી જંકશન, ગડગ જંકશન, બાગલકોટ, વિજયપુરા, સોલાપુર જંકશન, પુણે, કલ્યાણ જંકશન, વસઈ રોડ, વાપી, સુરત, વડોદરા જંક્શન, અમદાવાદ જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, રાણી, મારવાડ જંકશન, પાલી મારવાડ, જોધપુર જંકશન, મેરતા જંકશન, નાગૌર અને નોખા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગના આરક્ષિત કોચનો સમાવેશ હશે.

     ટ્રેન નંબર 08406 નું બુકિંગ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી 10 સપ્ટેમ્બર, 2020થી શરૂ થશે.