સળંગ 2 દિવસમાં 70,000થી વધુ દર્દીઓ સાજા થયા

દેશમાં દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ ઉંચાઈ સર કરી રહી છે. સળંગ બીજા દિવસે ભારતમાં એક જ દિવસમાં 70,000થી વધુ સાજા થયેલા દર્દીઓની વિક્રમજનક સંખ્યા નોંધાઈ છે.

છેલ્લા 24 કલાકમાં 73,642 દર્દીઓ હોમ/સુવિધા આઇસોલેશન અથવા હોસ્પિટલોમાંથી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.

સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજ સુધીમાં લગભગ 32 લાખ (31,80,865) થઈ ગઈ છે.

દૈનિક ધોરણે દર્દીઓની સંખ્યામાં સુધારો થતાં, ભારતનો સાજા થવાનો દર વધીને 77.32% થઈ ગયો છે.

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા પરિણામે નોંધપાત્ર પ્રમાણમાં પરીક્ષણના ઉચ્ચ સ્તર દ્વારા પ્રારંભિક તબક્કે વધુ સંખ્યામાં લોકોની ઓળખ થઈ છે. આનાથી તેમની સમયસર સારવાર સક્ષમ કરવામાં આવી છે, જે બંને હોમ/સુવિધા આઇસોલેશનમાં અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ દ્વારા માર્ગદર્શન આપે છે. કેન્દ્ર, નવી દિલ્હીની એઇમ્સના સહયોગથી દેશભરની સમર્પિત કોવિડ હોસ્પિટલોમાં આઇસીયુ ડૉકટરોની તબીબી વ્યવસ્થાપન કુશળતાના સતત અપગ્રેડેશનની પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. આ પગલાંથી વધુ લોકોના જીવ બચ્યા છે. ભારતનો મૃત્યુદર, વૈશ્વિક સ્તરે સૌથી નીચા મૃત્યુદરમાંનો એક છે, જે હજુ વધુ ઘટી રહ્યો છે. તે આજે 1.72% છે.

આથી એ પણ સુનિશ્ચિત થયું છે કે, અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસના માત્ર 20.96% જ સક્રિય કેસ (8,62320) છે.