કૃષ્ણ તારી શ્યામતા
મારુ મન મોહી લે છે,
તારી વાંસળીની મધુરતા,
મારુ મન મોહી લે છે,
તારા માથા પર એ મોર પંખ,
મારુ મન મોહી લે છે,
તારા કાન પરના કુંડળ,
મારુ મન મોહી લે છે,
તારું ગાયોને ચરાવવું,
મારુ મન મોહી લે છે,
તું જ્યા ચાલે ત્યાં પડેલી રજ પણ,
મારુ મન મોહી લે છે,
યશોદા તને લાડ લડાવે,
એ મારું મન મોહી લે છે,
તારી નટખટ બનવાની આદત,
મારુ મન મોહી લે છે,
કૃષ્ણ તારી શ્યામતા
મારુ મન મોહી લે છે.
– નિતી સેજપાલ “તીતલી”