તારી સાથે વીતાવેલા…અરે..મતલબ કે અનુભવેલા દરેક પળો મને યાદ રહેશે.. તુ મને મળીશ મને એવી કલ્પના પણ ન હતી.
મારી માટે એ દરેક ક્ષણ ખૂબ જ કિંમતી છે. જિંદગી મા કયારેય આવો અહેસાસ નથી થયો ..મને કયારેય વિશ્વાસ નહતો કે મારા મન મા પણ ક્યારેય પ્રેમ નો ફણગો ફૂટશે.
અને આ દરેક ક્ષણો ને મહ્ત્વ નાં બનવાનું બધુજ શ્રેય “ફેસબુક” ને જાય છે.
બે વર્ષ પહેલા જ્યારે તુ મને મળ્યો. ત્યાંરે મને ખબર જ નહતી કે ફેસબુક પર નો કોઈ અજાણ્યો માણસ પણ આટલો સારો હોઇ શકે છે. તને મારા એકાઉન્ટ માંથી “request” મોકલવા માટે થોડી વાર તો મારી આંગળી ઓ જાણે આપમેળે જ “cancel” અને “send” નાં વિકલ્પ પર અડતી હોય તેવું લાગ્યું હતુ. તારો એ શાંત અને તેમાં રહેલું હાસ્ય જોઈને ખબર નઇ કેમ પણ મને એક અદભુત અનુભવ થયો.
પેલા તો મને એવું લાગ્યું કે કદાચ એવી નોટીફિકેશન નહીં આવે કે તેંણે તમારી “request accept” કરી છે.. કારણ કે કેટલાંક લોકો એવા હોય છે જે પોતાની જાત ને “હેન્ડસમ” માની ને તેં મોકલેલી “request” ને “cancel” કરી નાંખે
થોડા કલાકોં પછી જ્યારે મોબાઇલ નો ડેટા ઓન કરી જોયું તો ફેસબુક મા notification આવી કે તમારી request accept થઈ ગયી છે.
થોડી વાર તો તને message કરુ કે ના કરું પછી તોય મારાં થી ન રહેવાયું અને મે તને message કરી દીધો. અને તારો reply પણ આવ્યો..
તારી સાથે થયેલી વાત તુ ભુલી જઇશ પણ હુ ક્યારેય નહી ભુલી શકું.
– ધીરેન જાદવ