સમય સમયની વાત

મીનાબહેન પુત્રી અમી સાથે પોતાની મિત્ર સુધાબહેનની તબિયત જોવા હોસ્પિટલમાં આવ્યા. હાર્ટ એટેકની અસરથી સુધાબહેનની હાલત દયનીય બની ગઈ હતી.હોસ્પિટલ પહોંચી અમીએ સુધાબહેન પાસે પહોંચી અને કહ્યું, ” આંટી,  તમે ચિંતા બિલકુલ ન કરશો, તમે ખૂબ જલ્દીથી સ્વસ્થ થઈ જશો. અને અંકલ તમે પણ શાંતિથી ચિંતા કર્યા વગર બેસી થોડી વાર આરામ કરો અને આ ચા પીવો “

અમીએ ચા આપી.દિનેશભાઈ બોલ્યા,” આભાર બેટા, પણ તમે અહીં છો તો હું દવા અને ફ્રુટ્સ લઈ આવું.” તરત અમીએ પ્રિશક્રીપ્શન દિનેશભાઈ પાસેથી લીધું અને બોલી, “તમે બેસો હું છું ને, ” અને બહાર નીકળી ગઈ.(બહાર નિકળતી અમીને જોઈ સુધાબહેન મનથી ઉદાસ થઈ ગયા)

સુધાબહેન બોલ્યા કે ,”સમય સમયની વાત છે ને અમીના જન્મ પર મે જ મીનાબહેનને કહ્યું હતું કે તારે બે દીકરીઓ જ છે ભવિષ્યમાં ઉપાધિ અને મને તો ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે…” 

એક નિસાસા સાથે આગળ બોલ્યા, “પણ આજે ..!..?” અને પોતાની નિયતી પર પસ્તાવો કરતાં નિ:સાસો નાખ્યો.  જાગૃતિ કૈલા