પ્રક્ષાલન વિધિ અર્થે આવતી કાલે અંબાજી મંદિર રહેશે

દર વર્ષે પરંપરાગત રીતે અંબાજી મંદિરનું ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન કાર્ય કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાયો નથી પરંતુ તા. 6 સપ્ટેમ્બર, 2020 અને રવિવારના રોજ દર વર્ષની જેમ અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી છે. આ દિવસે મંદિર ભક્તોના દર્શનાર્થે બંધ રાખવામાં આવશે.

Divyabhaskar.co.in

પ્રક્ષાલન વિધિમાં મા અંબાના તમામ આભૂષણો સહિત વીસા યંત્રનું પણ પ્રક્ષાલન કરવામાં આવશે. માતાજીના ભંડાર તથા વાસણો પણ આ સાથે પ્રક્ષાલિત થશે. અમદાવાદના સોની પરિવાર દ્વારા વંશપરંપરાગત રીતે માતાજીના આભૂષણોની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સાફસફાઈના ઘસારા પેઠે તેઓ માતાજીના ભંડારામાં સોનાનું પણ દાન કરે છે.

તા. 07.09.2020 થી મંદિર પુન: દર્શનાર્થે ખુલ્લુ મૂકાશે.