9 લોકોના જીવ બચાવનારા આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને મળશે રાષ્ટ્રપતિનું “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક”

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ  પર મહેસાણા પોસ્ટ પર કાર્યરત આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણ સિંહ ગુર્જરને ગત વર્ષે સમખિયાલીમાં  પૂરમાં ફસાયેલા  9 લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રપતિના “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક” થી સન્માનિત   કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને મેડલ અર્પણ કરવામાં આવશે.

મંડળ  રેલ  મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે ગત વર્ષે 10 ઓગસ્ટના રોજ  ટ્રેન સંખ્યા 12959 દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્યુટી પર ગાંધીધામ જઇ રહેલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા નિર્ભય અને હિંમતવાન  કામ થી સમખિયાલી સ્ટેશન પર ભારે વરસાદના કારણે  પૂરથી  9 લોકોનાં જીવ બચાવ્યા જેમાં એક મહિલા પણ હતી.

શ્રી ગુર્જર, તેમના જીવની  પરવા કર્યા વગર 20 ફૂટ પાણી અને ઝડપી પ્રવાહોમાં તરતા લોકો સુધી પહોંચ્યા, જેમાં 8 લોકો ઝાડ પર ફસાયા હતા, જેને તેઓ ઉપલબ્ધ દોરડાની મદદથી સલામત સ્થળે પહોચાડયા. આ દરમ્યાન અંધારું થઇ જવાને કારણે  બચાવ કાર્ય માં પણ અવરોધ આવી રહ્યો હતો, પરંતુ તેમની જીવંતતા અને દ્રઢ નિશ્ચયના  ઈરાદા ની સાથે તેમણે એક ચિત્ત થઇ ને  આ બચાવ કામગીરી ને પૂરું કર્યું .શ્રી શિવચરણ ગુર્જરને આ અનિવાર્ય હિંમત અને સમર્પણ માટે રાષ્ટ્રીય સ્તરે આરપીએફના ડાયરેક્ટર જનરલ” પ્રશંસા પત્ર અને મેડલ્સ ” થી સન્માનિત કરવામાં આવ્યા.  અમદાવાદ મંડળ, જિલ્લા વહીવટ અને પશ્ચિમ રેલ્વે કક્ષાએ પણ સન્માનિત  કરવાં માં આવ્યા હતા.