ડિપ્રેશન કેમ?!

આજના યુગમાં ડિપ્રેશન એટલી ઝડપથી ફેલાતું જાય છે કે શું કહેવું. રિલેશન થી લઈ ને જોબ સુધી , ભણતર થી લઈ ને પર્સનલ કારણો સુધી, ઘણી બધી વસ્તુઓ , પ્રસંગો, માણસો અને નાના મોટી નિષ્ફળતા બહુ બધા બીજા પણ કારણો હોય ડિપ્રેશનનાં. સમજી શકાય અત્યારનાં સમય માં કામ,જોબ તેમજ ઘરની જવાબદારીઓ વધતી જાય છે, ને સામે વળતર ઓછું ને  જવાબદારી વધારે . ને સતત પોતાને ટકાવી રાખવાની મહેનત કરે જ જવાનું. ખરેખર બહુ અઘરું છે. પણ એક વાત છે ,ભલે અઘરું હોય અશક્ય નથી. બહુ બધી વસ્તુઓ તમારી વિરુદ્ધ હોય પણ આપણે આપણી બાજુ માં રહેલી ,હિંમત આપી આગળ વધારતી, ને દરેક પરિસ્થિતિમાં સાથે ને સાથે રહેતી વ્યક્તિને ભૂલી જઇ ને પોતાને એકલા છીએ ,એકલા પડી ગયા છીએ એમ જ રોદણાં રડ્યા કરીએ છીએ. વ્યાજબી છે ખરું? મનની દરેક તકલીફ નો ઈલાજ છે જ. ગમતો સમય ગમે તેમ કરી ને કાઢવો, અથવા ગમતી, નજીકની વ્યક્તિ સાથે ભલે થોડો પણ સમય કાઢી ને પસાર કરવો. ગમતું કરવા માટે ક્યારેય સમય મળતો નથી કાઢવો પડે. મારી ખૂબ નજીકની એક  ફ્રેન્ડ છે જે હંમેશા ખૂબ બીઝી હોય એના બિઝનેસ માં ,ફેમિલીમાં પણ હંમેશા ફોન કરો તો દિલ ખુશ થઈ જાય એવી વાતો કરી ને તમને પણ ખુશ કરી ને પોઝિટિવ કરી નાખે. મેં પૂછ્યું આટલી ખુશ કેમની રહી શકે ,તરત જવાબ આપ્યો ગમતું કરું છું ભલે ને જ્યારે ટાઈમ મળે. એને પેઇન્ટિંગનો ખુબ જ શોખ. રાતે ભલે ગમે તેટલા વાગે. બધા જંપી જાય ત્યારે એ પેઇન્ટિંગ કરી ને ફ્રેશ થઈ જાય બીજા દિવસની લાઈફ ની જંગ લડવા. બસ આવી જ રીતે લડી લેવાનું શીખવાનું છે આપણે, કેમ કે બીજો કોઈ ક્યાં પર્યાય આપ્યો છે આપણનેે જિંદગીએ ,અને કેમ ?, કેમ કે હાર આપણે માનવાની નથી અને લડવાનું આપણે છોડવાનું જ નથી !!

– દર્શના રાણપુરા