9 લોકોના જીવ બચાવનારા આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને મળશે રાષ્ટ્રપતિનું “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક”

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ  પર મહેસાણા પોસ્ટ પર કાર્યરત આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણ સિંહ ગુર્જરને ગત વર્ષે સમખિયાલીમાં  પૂરમાં ફસાયેલા  9 લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રપતિના “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક” થી સન્માનિત   કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને મેડલ અર્પણ કરવામાં આવશે. મંડળ  રેલ  મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે ગત વર્ષે 10 ઓગસ્ટના રોજ  ટ્રેન સંખ્યા 12959 દાદર ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્યુટી પર ગાંધીધામ જઇ રહેલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા નિર્ભય અને હિંમતવાન  કામ થી સમખિયાલી સ્ટેશન પર ભારે વરસાદના કારણે  પૂરથી  9 લોકોનાં જીવ બચાવ્યા જેમાં એક મહિલા પણ હતી. શ્રી ગુર્જર, તેમના જીવની  પરવા કર્યા વગર 20 ફૂટ પાણી અને ઝડપી પ્રવાહોમાં તરતા લોકો સુધી પહોંચ્યા, જેમાં 8 લોકો ઝાડ પર ફસાયા હતા, જેને તેઓ ઉપલબ્ધ દોરડાની મદદથી સલામત સ્થળે પહોચાડયા. આ દરમ્યાન અંધારું થઇ જવાને કારણે  બચાવ કાર્ય માં પણ અવરોધ આવી રહ્યો હતો, પરંતુ તેમની જીવંતતા અને દ્રઢ નિશ્ચયના  ઈરાદા ની સાથે તેમણે એક ચિત્ત થઇ ને  આ બચાવ કામગીરી ને પૂરું કર્યું .શ્રી શિવચરણ ગુર્જરને આ અનિવાર્ય હિંમત અને સમર્પણ માટે રાષ્ટ્રીય સ્તરે આરપીએફના ડાયરેક્ટર જનરલ” પ્રશંસા પત્ર અને મેડલ્સ ” થી સન્માનિત કરવામાં આવ્યા.  અમદાવાદ મંડળ, જિલ્લા વહીવટ અને પશ્ચિમ રેલ્વે કક્ષાએ પણ સન્માનિત  કરવાં માં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ સ્વપ્નદ્રષ્ટાત્મક સુધારણા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મંત્રીમંડળ દ્વારા મિશન…

કેન્દ્રની સરકારની કલ્યાણકારી ઉજ્જવલા યોજના પણ બની ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ, મોબાઇલથી પણ નોંધાવી શકાય છે ગેસ સિલિન્ડર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સહાય અને રાહત…

શ્રી મનસુખ માંડવિયાએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પોષકતત્વો યુક્ત ૮ પ્રકારના ઉત્પાદનો લોન્ચ કર્યા

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) અંતર્ગત ૮ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ…

પ્રધાનમંત્રી ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ…

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા 5601.69 કે.ડબ્લ્યુ.પી ક્ષમતાના છત ટોપ સોલર પ્લાન્ટ

ભારતીય રેલ્વે તેમની તમામ ઉર્જા જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપવાના દૃષ્ટિકોણ થી પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધી 75 સ્ટેશનોને સોલારાઇઝ કરવામાં આવ્યા છે. સૌર ઉર્જા નો ઉપયોગ રેલ્વે નું 2030 પહેલાં લક્ષ્ય શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન રેલ્વે પ્રાપ્ત કરવા માટે નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે .        પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ પશ્ચિમ રેલ્વેના વેસ્ટર્ન રેલ્વેના 75 સ્ટેશનો પર છત ટોપ સોલાર પ્લાન્ટ લાગવવામા આવ્યા છે. વિવિધ રેલ્વે સ્ટેશનો અને ઓફિસ  ઇમારતોમાં 6.67M.W મેગાવોટ ક્ષમતાવાળા રૂફ ટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. આ પ્લાન્ટો કોગ્રિડ સાથે જોડાઈને શરૂ કરવામાં આવ્યા છે, જેના પરિણામે નાણાકીય વર્ષ દરમિયાન રૂ .3 કરોડ. ની બચત થઈ.  શ્રી ઠાકુરે માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ વિભાગના 22 સ્ટેશન, રતલામ વિભાગના 34 સ્ટેશન, વડોદરા વિભાગના 6 સ્ટેશન અને રાજકોટ વિભાગના 8 સ્ટેશન પર સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે .  એ જ રીતે, અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને આંબલી સ્ટેશન ઉપરાંત, અમદાવાદ સ્ટેશન બિલ્ડિંગ પર સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ભાવનગર વિભાગના ભાવનગર અને સોમનાથ સ્ટેશનો પર પણ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. મુંબઈ મંડળમાં  ચર્ચગેટ, ગ્રાન્ટ્રોડ, માટુંગા રોડ ,અંધેરી,મુંબઈ સેન્ટ્રલ લોઅરપરેલ,માહિમ,ખારરોડ ,સાંતાક્રુજ ,રામમંદિર ,મલાડ,કાંદિવલી ,બોરીવલી, દહિસર ,મીરા રોડ ભાઈંદર ,વસઈ,નાલાસોપારા,દહાણુરોડ સ્ટેશનો પર; જ્યારે દાદર અને બાન્દ્રા ટર્મિનલ્સ પર સ્ટેશનો અને પ્લેટફોર્મ પર રૂફ ટોપ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. રતલામમાં ચંદેરીયા, નીભોરા, ગંભીરી, જાવદરોડ, માંગલિયાગાવ, અજનોદ, લક્ષ્મીબાઈનગર, રૂન્યાલજસમિયાં, પીપલિયા, મંદસૌર, ગાવ,રુનિજા,બાગદોર,સિ હોર, કાલાપીપલ, પંચવાણ, મકસિ, વિક્રમનગર, ગૌતમપુરા, ડો.અંબેડકરનગર , (મહુ),નાગદા,નિમચ ,જાવરા , બડનગર,શુંજાલપુર, અને ખાચરોદ સ્ટેશનો અને રતલામ સ્ટેશન બિલ્ડિંગ્સ અને પ્લેટફોર્મ ઉપર રૂફ ટોપ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. વડોદરા મંડળમાં ઓડ, મકરપુરા, વરનારણા, સાધનપુરા સ્ટેશન બિલ્ડિંગ્સ અને ગોધરા સ્ટેશન બિલ્ડિંગ્સ અને પ્લેટફોર્મ્સમાં પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના રાજકોટ, ઓખા, જામનગર, ચામરાજ, લખમાચી, મોદપુર, લખબાવલ અને પીપળી સ્ટેશનો પર રૂફ ટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. નોંધનીય છે કે 2030 સુધીમાં, ભારતીય રેલ્વે 35 અબજથી વધુ યુનિટની ઉર્જા વપરાશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌર ઉર્જા ઉત્પાદન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં, વાર્ષિક જરૂરિયાત લગભગ 20 મિલિયન યુનિટ છે.  ભારતીય રેલ્વેએ તેની ખાલી પડેલી જમીનનો ઉપયોગ કરીને 2030 સુધીમાં 20 જીડબ્લ્યુ  ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની એક મોટી યોજના તૈયાર કરી છે. ભારતીય રેલ્વે પાસે લગભગ 51,000 હેક્ટર જમીન ઉપલબ્ધ છે. અને તેની ખાલી પડેલી, જમીન પર સૌર પાવરપ્લાન્ટ મૂકવા માટે વિકાસકર્તાઓને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. નોંધનીય છે કે રેલ્વે પણ વર્ષ 2030 સુધીમાં 100% વીજળીકરણ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. અને સૌર ઉર્જાનો ઉપયોગ તેની ટ્રેક્શન પાવર આવશ્યકતાઓને પૂર્ણ કરવા અને પરિવહન હરિયાળો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ માનનીય વડા પ્રધાન દ્વારા તાજેતરમાં આપવામાં આવેલ નિર્દેશોની અનુરૂપ છે, માં નવીનતમ ઉર્જા (આર.ઇ.) પ્રોજેક્ટ માટે ખાલી પડેલી રેલ્વે જમીનનો ઉપયોગ કરવા અને રેલ્વે સ્ટેશનોને સોલાર સંચાલિત બનાવવા માટે કહેવામાં આવ્યું છે.