પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જાપાનના બજાર માટે ભારતીય કાપડ અને કપડાની ગુણવત્તા અને પરીક્ષણ સુધારવા ભારતની કાપડ સમિતિ અને જાપાનના મેસર્સ નિસેનકેન ક્વોલિટી ઇવેલ્યુએશન સેન્ટર વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.
આ સમજૂતી કરાર જાપાનના મેસર્સ નિસેનકેન ક્વોલિટી ઇવેલ્યુએશન સેન્ટરને કાપડ અને પરિધાન ઉત્પાદકો માટે ભારતમાં પોતાના સહકારી પરીક્ષણ અને નિરીક્ષણ સેવા પ્રદાતાઓ તરીકે કાપડ સમિતિને સોંપવામાં સક્ષમ બનાવશે. આ સમજૂતી કાપડ અને પરિધાન ઉત્પાદકોનો તકનીકી કાપડના સાથે એવા કોઈ અન્ય ઉત્પાદકોનો પણ સમાવેશ કરશે જેના અંગે બંને સ્થાનિક અને વિદેશી ગ્રાહકો / ખરીદદારો પછીની તારીખે પરસ્પર સંમત થયા હોય.