પહલે ચલના શિખાયા થા અબ રાસ્તા દિખાયેગી ….. સોની એંટરટેઈનમેંટ ટેલિવિઝનની “ઈંડિયાવાલી મા”

મા શબ્દ શબ્દોની ભાવનાઓને ઉત્તેજીત કરે છે અને તે માતા છે જે કોઈપણ બાળકના ભાવિ માટે મજબૂત પાયો નાખે છે. માતાનો પ્રેમ સાર્વત્રિક હોવા છતાં, ભારતીય માતા માતાની ફરજો અને નિઃસ્વાર્થ સ્નેહ સર્વોચ્ચ બેંચમાર્કથી આગળ નીકળી જાય છે! જ્યારે તેણી તેના બાળકના ભાવિને પ્રોત્સાહિત કરે છે અને તેનું સમર્થન કરે છે અને તેમને ઉડાન માટે પાંખો આપે છે, જ્યારે તેઓ પડી જાય ત્યારે તે તેમને ઉપર ઉઠાવવા માટે હંમેશા હાજર હોય છે. બચ્ચે ભલે હી હાથ છોડ દે, મા સાથ નહીં છોડ્તી, ભલે ગમે તે ઉમરે હોય. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની તાજેતરની રજૂઆત ઈન્ડિયાવાલી મા એ એક માતાની પ્રેમાળ અને સાંકળી શકાય તેવી મુસાફરી લઈને આવે છે, જે પુત્ર એવુ કહે છે કે મારે માતાની જરૂર નથી તેમ છતાં, તે તેના પુત્રને છોડી દેતી નથી. સુચિતા ત્રિવેદી (કૌશલ્યા), નિતેશ પાંડે (હસમુખ), અક્ષય મ્હત્રે (રોહન) અને શીન દાસ (ચિનામ્મા) અભિનિત, ઇન્ડિયાવાલી મા એક માતાના સંકલ્પ અને તેના બાળક પ્રત્યેના સમર્પણની ખાતરી રજૂ કરે છે. જય પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ શોનો પ્રીમિયર ૩૧ ઓગષ્ટે કરવામાં આવશે અને દર સોમ-શુક્ર રાત્રે ૮.૩૦ કલાકે ફક્ત સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.


એક બાળક તરીકે, આપણી ‘જેની પાસે જઈ શકાય’ તેવી વ્યક્તિ એ આપણી પ્રિય મા છે. પરંતુ જેમ જેમ આપણે સ્વતંત્ર પુખ્ત બનતા જઈએ છીએ, ત્યારે માતા ક્યારેય તેમની લાગણીઓમાંથી આપણને બહાર નિકાળી દેતી નથી. ભલે આપણી માતા આપણને સપના સાકાર કરવા માટે આગળ મોકલે છે, તેણી ક્યારેય આપણા ઉપરથી નજર લઈ લેતી નથી. પરંતુ સમય જતાં, આ સમીકરણ કેમ બદલવાનું શરૂ થાય છે? જાણી જોઈને કે અજાણતાં આપણે આપણી માતાઓને કેમ દૂર ધકેલી દઈએ છીએ? આવી જ વાર્તા છે કૌશલ્યા ઉર્ફ કાકુ, જે ભુજની એક સરળ, સ્વપ્નશીલ માતા છે, જે તેમના સહાયક પતિ, હસમુખ સાથે સારી રીતે સ્થિર જીવનનો આનંદ માણે છે. તેમના સંબંધો ખૂબ પ્રિય છે, કાકુ હસમુખ પર આધારીત છે અને તેના દ્વારા આશ્રય મેળવીને અને લાડ મેળવવાની તેને મઝા આવે છે. પરંતુ પતિ-પત્ની વચ્ચેના જોડણનુ કારણ તેમનો પુત્ર રોહન છે. જ્યારે કાકુ સતત તેના યુએસએ-સ્થિત પુત્રના ધ્યાન માટે ઝંખના કરે છે પરંતુ હસમુખ વ્યવહારુ હોવાના કારણે તે અનુભવે છે કે રોહન અલગ થઈ ગયો છે. જો કે, કાકુ વિવાદાસ્પદ માતા હોવાને કારણે તેના પુત્રની ઉપેક્ષાને નકારી કાઢે છે અને તે હંમેશાની જેમ તેની સાથે ઉભા રહેવાનું માને છે. કાકુના આ નિશ્ચયથી તે તેના પુત્ર સુધી પહોંચવાના, બધી અવરોધોને દૂર કરવા અને ઇન્ડિયાવાલી મા હોવાના સાચા સારને ફરીથી વ્યાખ્યાયિત કરવા યાત્રા શરૂ કરે છે.


લોકપ્રિય ગાયિકા હર્ષદીપ કૌરે, ‘મૈ તો મા હૂં’ માં માતાની પરિસ્થિતિ અને તેના બાળક પ્રત્યેના પ્રેમને દર્શાવતા આ શોમાં પોતાનો આત્માપૂર્ણ અવાજ આપ્યો છે. આ ગીતનું સંગીત દેવેન્દ્ર ભોમેએ આપ્યું છે અને સુંદર ગીતો દિવ્ય શર્માએ લખ્યા છે.

31 મી ઓગસ્ટથી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર રાત્રે 8.૩૦ વાગ્યે શરૂ થઈ રહેલી તેજસ્વી ઈન્ડિયાવાલી મા માટે તૈયાર રહો

ટિપ્પણીઓ:

આશિષ ગોલવાલકર, હેડ – કન્ટેન્ટ, સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને ડિજિટલ બિઝનેસ

એસઇટી હંમેશાં માનવીની વાસ્તવિક ભાવનાઓ સાથે સંકળાયેલી કથાઓ લઈને આવે છે અને આ સમયે અમે એક વાર્તા લઈને આવ્યા છીએ જ્યાં માતા પોતાના બાળકને સમજાવવા પ્રયાસ કરી રહી છે કે માતાપિતા છે તેમના બાળકો માટે જયારે પણ તેમની પાસે જઈ શકાય તેવા લોકો છે. તે માતાની હદય સ્પર્શી મુસાફરી છે જે કંઈક અંશે દિશા ગુમાવી ચૂકેલા અને સામનો કરવા માટે સંઘર્ષ કરી રહેલા પોતાના દીકરાને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કરે છે. જય મહેતા પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે અને અમને ખાતરી છે કે તેઓ આ પ્રાઇમ ટાઇમ પર બીજી એક સરસ અને ભાવનાત્મક વાર્તા સાથે જાદુ ફેલાવશે.

જય મહેતા, નિર્માતા, ઇન્ડિયાવાલી મા

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન હંમેશાં ટેલિવિઝન પર અનોખો વિચાર લઈને લાવે છે. અમને એક વાર્તા દર્શાવવાની તક મળી છે જેનો આનંદ છે કે જેથી દરેકને માતાના હૃદયને નજીકથી જાણવાની તક આપશે. અમારા માટે આ માત્ર એક શો નથી તે ભાવના છે. એક વાર્તા જે કહી શકાતી નથી અને ફક્ત અનુભવી શકાય છે. અમને સુચિતા, નિતેશ અને અક્ષય જેવા પાત્રો મળ્યા છે જેનો અમને આનંદ છે કે જેઓ તેમની સ્ક્રીન પરફોર્મન્સ માટે આકર્ષક છે. આ શો ચોક્કસપણે તાજી હવાનો શ્વાસ હશે.


સુચિતા ત્રિવેદી, અભિનેતા, ઇન્ડિયાવાલી મા

હું હંમેશાં એવા શો કરવાના પક્ષમાં રહિ છું કે જેનો જોરદાર સંદેશ હોય અને ઇન્ડિયાવાલી મા એવો જ એક આશાસ્પદ શો છે. તે માતા અને તેની યાત્રા વિશેની વાર્તા છે, જે બદલાતા સમીકરણોને પ્રકાશિત કરે છે જેનો વિશ્વભરના દરેક લોકો તેમના બાળકો સાથે સામનો કરી રહ્યા છે. રજૂઆત આકર્ષક છે અને તે જે રીતે લખાયેલ છે, તે એક અભિનેતા તરીકે, દરરોજ મારા શ્રેષ્ઠ પ્રદર્શનને પ્રોત્સાહિત કરે છે.

અક્ષય મ્હત્રે, અભિનેતા, ઇન્ડિયાવાલી મા

‘માતાપિતા એ તેમના બાળકો માટે જેમની પાસે જઈ શકાય તેવા લોકો છે કે જ્યારે પણ તેઓને તેમની જરૂર હોય ત્યારે’ મને આ વાક્ય કહેવામાં આવ્યું હતું અને હું જાણતો હતો કે આ તે એક શો છે કે જેનો હું ભાગ બનવા માંગું છું. વ્યક્તિગત રીતે, હું આ શોના વિચાર સાથે સંપૂર્ણ વિશ્વાસ કરું છું અને વ્યાવસાયિક રૂપે મને આપણા ઉદ્યોગના દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી રહી છે જે ખુદ એક અધ્યયન છે. હું આ યાત્રાની રાહ જોઈ રહ્યો છું.


હર્ષદીપ કૌર, સિંગર

મેં તરત જ “મૈ તો મા હૂં” ગાવાનું કહ્યું, કારણ કે ગીત આવા હદયપૂર્વકનો સંદેશ આપે છે. આ ગીત એટલુ ભાવનાત્મક અને શુદ્ધ હતુ કે હું પોતાને રોકિ શક્યો નહીં પરંતુ આ ટ્રેકને રેકોર્ડ કરતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા, જે ગીત તેના બાળકો માટે એક માતાના પ્રેમને ખૂબ જ સરસ રીતે રજૂ કરે છે. હું આ ગીતને મારી માતાને સમર્પિત કરીશ જે મારી ઈન્ડિયાવાલી મા છે.


નિતેશ પાંડે, અભિનેતા, ઇન્ડિયાવાલી મા “ઇન્ડિયાવાલી માં માત્ર એક શો નથી, તે આપણા દેશની તમામ માતાની લાગણી છે. જ્યારે હું વિવિધ વાર્તાઓ સાથે સાંકળુ છું, ત્યારે આ મારા હૃદયને ખૂબ જ ઉંડી લાગણી આપે છે કારણ કે જ્યારે તમારા પક્ષે તમારી માતા છે ત્યારે , તમારી પાસે આખી દુનિયા કરતા પણ સૌથી વધુ મજબૂત ટેકો છે. માતાના પ્રેમને દર્શાવવા માટે સંપૂર્ણ પ્રેમથી બનાવેલી, આ વાર્તા કંઈક એવી છે કે જેનાથી દરેક પોતાને સાંકળી શકશે. ”