માટી તણું સગપણ રાખવું,

માટી તણું સગપણ રાખવું,
વાત માં થોડું ગળપણ રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મન થી આઘુ ઘડપણ રાખવું!

જીવવા ની આવશે તો મજા,
મન માં એકાદ વળગણ રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું!

લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય ઋણ પણ રાખવું!

મળે સિદ્ધિ તે નિયતિ નો ખેલ,
ગુમાન કદી ના સહેજ પણ રાખવું!

આવું લખ્યા કરે છે ભટ્ટ જી ,
કહો એને કે શાણપણ રાખવું!

–  મેહુલ ભટ્ટ