અમદાવાદ ,
સ્ત્રીત્વ વુમેન્સ એન્ટ્રેપ્રેનેઉર ક્લબ દ્વારા 26 જુલાઈ ૨૦૨૦ રવિવાર ના દિવસે “KARMA – GODS ON WIFI ”પર વેબિનાર નું
આયોજન હેમલ નાણાવટી (યુએઈના લેખક અને આધ્યાત્મિક સંશોધક) સાથે કરવામાં આવ્યું.
આ વેબીનાર માં કર્મો પર ઘણી ચર્ચા કરવામાં આવી એમાં એક ઉદાહરણ લઇ તો ભીષ્મપિતામહ જયારે બાણ સૈયા પર હતા ત્યારે
તમણે શ્રી કૃષ્ણ સવાલ કર્યો હતો કે મારુ આવું તો ક્યુ કર્મ હતું કે મારે આ ભોગવાનું થયું ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે
ભીષ્મપિતામહ તમે 100 જન્મો ના તો સારા જ કર્મો છે પણ તમે 107 માં જન્મ માં તમને લઇ જાઉં તો તમે એક સાપ ને કાંટા ની
વાડ માં નાખી દીધો હતો આ તમારું તે કર્મનું તમે ભોગવી રહ્યા છો એનો મતલબ એ કે તમારું સારું કે ખોટું કોઈ પણ કર્મ તમારે કોઈ
પણ જન્મ માં ભોગવું જ પડે છે.
હેમલ નાણાવટી એ “મહિલા સશક્તિકરણ”; પર પણ ખુબ જ સુંદર વાત કરી કે મહિલા સશક્તિકરણ: વિદેશી વિરુદ્ધ વેદિક તત્વજ્ઞાન”
આ વિષય પર પહાડ જેટલી વાતો લખાઈ છે. વિદેશી વિચારકોને સાંભળીયે તો એવું જ સંભળાય, કે મહિલાઓ અબળા નથી, એને
આપણી સમકક્ષ ગણવી જોઈએ, આપણા જેટલા જ અવસરો આપવા જોઈએ, વગેરે વગેરે. પણ આ શોરબકોરમાં પાયાની વાત તો
ભુલાઈ જ જાય છે, કે મહિલાઓને આ બધું આપનારું છે કોણ? ઉત્તર છે, પુરુષ. આનો અર્થ એ કે મહિલા સશક્તિકરણનો રાગ કોઇ
ગમે તેટલો આલાપે, અંતે “મેં આપ્યું” એવો પુરુષ સહજ અહં તો અકબંધ જ છે. અને જ્યાં સુધી આ અહં રહેશે ત્યાં સુધી સાચું
મહિલા સશક્તિકરણ થવાનું નથી. અંતે ખરું ટાણું આવે ત્યારે તો પુરુષ એમ જ કહીને ઉભો રહી જવાનો છે, કે “તને શું ખબર પડે?”
મિત્રો વિદેશી વિચારકોનાં કહેવાતાં તત્વજ્ઞાનની આ મોટામાં મોટી ખામી છે. સ્ત્રી સશક્તિકરણ નથી થઇ શકતું એનું મૂળ કારણ એ
લોકોને સમજાયું જ નથી, અને ઉપરઉપર છબછબિયાં કરે છે.
આની સામે આ વિષય પર આપણા વેદિક ઋષિઓ શું કહે છે? ઉપર કહ્યું એમાનું કાંઈ જ નહીં. ઋગ્વેદના ભાગ-૩ નાં પ્રકરણ-૫૩ માં
ઋષિ વિશ્વવામિત્ર એક જ શ્લોકમાં બધી બકવાસનો અંત કરી નાખે છે. એ પુરુષને કહે છે કે “સાચું ગૃહ તો સ્ત્રી જ છે. હે પુરુષ, તું
શું સ્ત્રીને કાંઇપણ આપતો હતો? એ તો સ્ત્રી છે જેના થકી તને લોકો પૂછે છે, બાકી સ્ત્રી વગર તારી કોઈ કિંમત નથી.” પતી ગયું?
પુરુષ સહજ અહંને જ મૂળમાંથી વાઢી નાખ્યો હોય, પછી સ્ત્રીને કાંઈ આપ્યું કે ન આપ્યું નો પ્રશ્ન જ ક્યાંથી વધે? જે અધિકારો
પુરુષને મળે, એ જ બધું મહિલાઓને પણ કુદરતી રીતે જ પ્રાપ્ત થાય, અને બાકીના કોઇ પ્રશ્નો ઉદ્ભવે જ નહીં. મિત્રો, આપણા
વેદોને જુનવાણી, અને પોતાને આગળ વધેલા સમજતા હોય એવાં લોકો ફેરવિચાર કરે. કેમકે આ શ્લોક તો વિપરીત ચિત્ર ઉભું કરે છે.
લાગે છે કે પાછળના સમયનાં લોકો આપણા કરતાં આગળ હતા. સાથેસાથે વિદેશી વિચારકોને ઉંચા ગણતા લોકો પણ ફેરવિચાર કરે.
કેમકે આપણા ઋષિઓને સરખામણીએ એ લોકો હજી ભાખોડિયાં ભરતાં બાળકો હોય એવું જણાય છે.
સ્ત્રીત્વ વેબિનાર ની શરૂઆત કો. ફાઉનડર વિઝન રાવલ દ્વારા કરવામાં મા આવી હતી જેમાં તેઓએ સ્ત્રીત્વ ક્લબ વિશે વિસ્તૃત
માહતી આપી હતી અને અંત માં ફાઉનડર ફાલ્ગુન ઠકકર દ્વારા ગેસ્ટ હેમલ નાણાવટી, સપોર્ટર, મેમ્બરસ અને અને વેબીનાર માં
જોડાયેલ સૌ કોઈ નો આભાર માન્યો હતો. અને કન્વીનર આરતી પટેલ સોઉ કોઈને આ કોરોના ની પરિસ્થિતિ માં પોતાનું અને
પરીવાર નું ધ્યાન રાખે એ બાબતે સૌઉ ને સચેત કાર્ય હતા અને આવનારા તહેવારો માટે શુભેચ્છા પાઠવી હતી.આ વેબિનાર માં
“સ્ત્રીત્વ” ના મેમ્બર્સ સહીત ઘણા લોકો જોડાયા હતા..