બચવા કૉરોનાથી જાળવ્યું થોડું અંતર,
એહસાસ થયો કે આપણે નજીક હતા
હસ્તધનૂન લાગતું વ્હાલું ખુબ સૌને ,
હવે લાગે છે, નમસ્તેમાં જ ઠીક હતા
આવતા-જતા હાથ ધોવાની રીત સાદી
વડીલો ના ઉપાયો સઘળાં, સટીક હતા
ખાંસી ખાતા વાળતા મુઠ્ઠી એ રીતે કે
હથેળીમાં જાણે, કોઈ એન્ટિસેપ્ટિક હતા
હાથ-મોઢું લુંછવા રાખતા, ખભે પછેડી
એમનાં સેનિટાઇઝર, સાવ નિર્ભીક હતા
આવો અપનાવીએ ફરીથી એ સંસ્કૃતિ
જ્યાં અંતરથી દૂર, મનથી સમીપ હતા
મિટાવી દઈએ કૉરોનાનું વજૂદ જડથી,
યાદ રહે એટલું જ, આપણે નજીક હતા
– દિપક ઝાલા “અદ્વૈત”