આ સબંધો

આ સબંધો આપણા ઝાંખા પડ્યા,
પાડવા નોતા ને આ કાપા પડ્યા.

નામ મુખે હોય, હાજર થઇ જતાં,
શોધતાં તમને હવે ફાફા પડ્યા.

હોય મનમાં મેલ ને ધૃતતા સદા,
જીભમાં ગળપણ વળી ઝાઝાં પડ્યા.

હારના હારો પહેરી થાકી હું,
આજ મારા પણ પગો પાછાં પડ્યા.

થઇ કધોણી યાદ સંભારીને તો,
રંગ યાદોના હવે આછા પડ્યા.

થાકી સમજાવી તને, નઇ થાય કઇ,
શબ્દ મારા આ પછી નાના પડ્યા.

– જાનવી ઉંડવિયા