ગ્રહણનો વૈજ્ઞાનિક અભિગમ

વર્ષમાં એક સમય એવો આવે છે કે જ્યારે સૂર્ય કે ચંદ્રના પ્રકાશમય ભાગનો કેટલોક અંશ થોડીવાર માટે અંધકારથી ઢંકાઈ જાય છે આ અવસ્થાને ગ્રહણ કહે છે. જેને અંગ્રેજીમાં eclips કહે છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે સીધી લીટીમાં ચંદ્ર આવે તો સૂર્ય ઢંકાઈ જાય જેને સૂર્યગ્રહણ કહે જયારે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૂર્ય આવે જેનાથી ચંદ્ર ઢંકાઇ થાય તો તેને ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહણ એ પૃથ્વીનું સુપર ચેકિંગ છે એટલે કે કુદરત પ્રાકૃતિક રીતે પૃથ્વીવાસીઓ સુખેથી રહી શકે તે માટે સતત શુદ્ધિકરણ કર્યા જ કરે છે.

જેમકે વરસાદના પાણી દ્વારા પર્યાવરણની અશુદ્ધિઓ ધોઈ નાખવી, ત્યારબાદ શિયાળામાં વાયુની ગતિથી પર્યાવરણ સ્નાન તેમજ ઉનાળામાં પ્રખર ગરમી દ્વારા બચિકૂચી અશુદ્ધિનો નાશ વગેરે વગેરે. તેમ છતાં ઘણા જીવાણુઓ કે હાનિકારક તત્વો એવા છે જે સૂર્યકિરણોથી પણ મરતા નથી અથવા કહો કે સૂર્યકિરણો તેમના સુધી પહોંચી શકતા નથી. તેમના માટે ગ્રહણ ખૂબ અસરકારક છે. કેમકે ગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્રના કિરણો એકબીજા સાથે અથડાય છે જેથી તેનો વેગ, તીવ્રતા અને પ્રમાણ વધે છે જે બાકી રહેલી અશુદ્ધિઓનો નાશ કરે છે. સ્કૂલના બાળકો જાણે છે કેમકે વિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે power = force x velocity એટલે કે શક્તિ = દબાણ x વેગ(ગતિ). આમ સૂર્ય અને ચંદ્રની શક્તિ અથડાવાથી વેગ મળે છે એટલે શુદ્ધિકરણ માટે જરૂરી ઉર્જા પેદા થાય છે જે સમગ્ર પર્યાવરણને શુદ્ધ કરે છે. પરંતુ આ શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે કે ગ્રહણ નરી આંખે જોવું સલાહ ભરેલું નથી કેમકે સૂર્ય-ચંદ્ર કિરણોની ગતિ, તીવ્રતા અને પ્રમાણ ખૂબ વધારે હોવાથી નુકસાન પહોંચાડી શકે છે. જેથી સગર્ભાસ્ત્રીને આવા સમયે ઘરની બહાર નીકળવાની મનાઈ છે.

ગ્રહણ દરમ્યાન નીકળતા કિરણો જીવાણુઓને મારવાની શક્તિ ધરાવે છે. તે રાંધેલી રસોઈમાં રહેલા જીવાણુઓનો તો નાશ કરે જ છે પરંતુ સમગ્ર રસોઈને પણ વિકૃત બનાવે છે. ગ્રહણ દરમિયાન નીકળતા અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો હવા અને પાણીને શુદ્ધ કરે છે પરંતુ રાંધેલી રસોઈને વિષમય કરે છે. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે પાણી અને વાયુના અણુઓ એકબીજાથી દૂર હોય છે જેથી ગ્રહણના કિરણો પાણી કે વાયુમાંથી આસાનીથી પસાર થઈ જાય છે અને ગ્રહણના કિરણોની અડફેટમાં આવી વિકૃત બને છે. આથી ગ્રહણ દરમ્યાન રાંધેલી રસોઈ આરોગવાની કે સાચવી રાખવાની મનાઈ છે, તે ફેંકી દેવી જ આરોગ્ય માટે આવશ્યક છે. જ્યારે ઘનપદાર્થના અણુંઓ એકબીજાથી ખુબ નજીક હોય છે. ઘનપદાર્થોના અણુઓ ગીચોગીચ હોવાને કારણે તેમને ખસવાની જગ્યા મળતી નથી.

કોરી સામગ્રી જેવી કે લોટ, મસાલા, ઘી, તેલ-કઠોળ વગેરેમાં દર્ભ મૂકવાની સલાહ છે. કેમકે દર્ભ વિદ્યુતઅવાહક છે જેથી UV કિરણો દર્ભમાં શોષાઈ જાય છે અને ખાદ્યપદાર્થને વિકૃત બનતા અટકાવે છે. અનાજ, કઠોળ વગેરે રાંધેલી રસોઈ જેટલા નરમ હોતા નથી જેથી અલ્ટ્રાવાયોલેટ કિરણો તેની અંદર સુધી ઘૂસી શકતા નથી તેમ છતાં તેની બાહ્ય સપાટીને નુકસાન પહોંચાડી શકે છે જેને બચાવવા દર્ભનો ઉપયોગ ઉત્તમ છે. ગ્રહણ દરમ્યાન મંત્રોચ્ચાર, દાન, સ્નાન વગેરે ખૂબ લાભદાયી છે કેમકે પર્યાવરણનું શુદ્ધિકરણ એટલું થઈ ચૂક્યું હોય છે કે મંત્રોના મોજા કોઈ અવરોધ વગર પરમશક્તિ સુધી પહોંચી શકે છે. વળી આવા દિવ્ય વાતાવરણમાં કરેલ દાન પરમશક્તિ ઝડપથી ગ્રહણ કરી શકે છે. ગ્રહણથી નદી, તળાવ વગેરેના પાણી ગંગા જેટલા શુદ્ધ થાય છે જેથી સ્નાન ખૂબ લાભદાયી છે. જે આરોગ્ય બક્ષે છે. પરંતુ અહીં ધ્યાન એ રાખવાનું છે કે સ્નાન ગ્રહણ દરમિયાન નહીં પરંતુ ગ્રહણ સમાપ્તિ બાદ કરવું સલાહ ભરેલું છે. સતત આરોગ્યમય જીવવા ઈચ્છતી વ્યક્તિએ આ પ્રમાણે ગ્રહણના વૈજ્ઞાનિક અભિગમને સમજી અમલ કરવો આવશ્યક છે.

શિલ્પા શાહ- ડિરેકટર ઇન્ચાર્જ,HKBBA કોલેજ