રાજનાથ સિંહે લદ્દાખની ઘટના પર ત્રણે સેનાઓના પ્રમુખો સાથે કરી મહત્વની બેઠક

ગલવાન ઘાટીમાં પીછેહટની પ્રક્રિયા દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ થઈ. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા. બંને સેનાના સીનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ લદ્દાખના હાલના ઘટનાક્રમો પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવ, ત્રણે સેનાઓના પ્રમુખો અને વિદેશ મંત્રી ડૉ. જયશંકર સાથે બેઠક કરી છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નરેન્દ્ર મોદી સાથે ત્રણ વાગે મુલાકાત કરવાના છે. રાજનાથા સિંહ પીએમ મોદીને ગલવાન ઘાટીમાં ગઈ રાતે થયેલા આખા ઘટનાક્રમની માહિતી આપશે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલય તરફથી સમગ્ર મામલે નિવેદન સામે આવ્યુ છે. જેમાં ચીની વિદશ મંત્રાલયે ભારતીય સેના પર બે વાર એલએસી પાર કરવાનો આરોપ લગાવ્યો છે.